ગુજરાત

gujarat

ETV Bharat / state

રંગીલા રાજકોટમાં ચિત્રનગરી પ્રોજેકટ અંતર્ગત 12 હજાર ચિત્રો બનાવાયા

રાજકોટઃ જે રંગીલુ શહેર છે, ખરેખર આ કહેવત રાજકોટમાં ચાલી રહેલા ચિત્રનગરી પ્રોજેકટ અંતર્ગત હવે સાર્થક થઈ હોય એવું લાગી રહ્યું છે. રાજકોટમાં ચિત્રનગરી પ્રોજેક્ટ છેલ્લા ત્રણ વર્ષોથી ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટની અલગ-અલગ સરકારી ખાનગી ઇમારતોની દીવાલો પર અવનવા ચિત્રો દોરવામાં આવે છે. રાજકોટની ખાલી દીવાલોને અલગ-અલગ ચિત્રો દોરી સ્વચ્છતા, બેટીબચાવો જેવા મેસેજ સાથે અદભૂત કલરોથી રંગવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ચિત્રનગરીના સભ્યો દ્વારા કુલ 12 હજાર કરતા પણ વધારે ચિત્રો બનાવાયા છે.

By

Published : Mar 25, 2019, 12:19 PM IST

Rajkot Wall City

સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા એવા રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી મનપાના સહયોગથી ચિત્રનગરી પ્રોજેકટ ચાલી રહ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટની અલગ-અલગ સરકારી તેમજ ખાનગી ઇમારતોમાં સોશિયલ મેસેજ દર્શાવતા ચિત્રો બનાવામાં આવે છે. અત્યાર સુધીની વાત કરીએ તો રાજકોટ મહાનગપાલિકા હસ્તકની મોટાભાગની બિલ્ડીંગ તેમજ દીવાલો, કોલેજ, સ્કૂલની દીવાલો એરપોર્ટ, રેવલે સ્ટેશન તેમજ સેન્ટ્રલ જેલ અને અન્ડર બ્રિજ સહિતની દીવાલો પણ આ ચિત્રો બનવામાં આવ્યા છે. ચિત્રનગરી પ્રોજેક્ટ અંતર્ગત આ દીવાલો પર સ્વચ્છ ભારત, વૃક્ષા રોપન, પર્યાવરણ, બેટીબચાવો બેટીપઢાઓ, શિક્ષણ, ટ્રાફિક અવરનેશ, પાણી બચાઓ સહિતના મેસેજ આપતા ચિત્રો બનાવવામાં આવે છે.

Rajkot Wall City

આ ચિત્રો બનાવનાર કલાકારો પણ કોઈ પણ જાતની ફી કે અન્ય કોઈ આર્થિક સહાય લીધા વિગર માત્ર રાજકોટની સુંદરતામાં વધારો કરતા અને રાજકોટને સ્વચ્છ રાખવા માટે ની:શુલ્ક પોતાની સેવા આપી રહ્યા છે. ચિત્રનગરી પ્રોજેકટ અંતર્ગત 1200થી પણ વધુ ચિત્રકારો આ મિશનમાં જોડાયા હતા. જેમાં નાનાં નાનાં બાળકોથી માંડીને વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓનો સમાવેશ થાય છે. દેશમાં ચાલી રહેલા સ્વચ્છ અભિયાનના ભાગરૂપે રાજકોટમાં પણ શહેરની સાથે શહેરની દીવાલો પણ વધારે સુંદર બને તે માટે છેલ્લા ત્રણ વર્ષથી સત્તત ચાલી રહેલા ચિત્રનગરી પ્રોજેકટ અંતર્ગત રાજકોટની અનેક દીવાલોને સુંદર મજાના ચિત્રો થઈ કંડારવામાં આવી છે. રાજકોટમાં પ્રર્વેશતાની સાથે જ લોકોને આ અવનવા રંગબેરંગી મેસેજ આપતા હોય તેવા ચિત્રો જોવા મળે છે. જે ખરા અર્થમાં સાર્થક કરે છે કે રાજકોટ એક રંગીલુ શહેર છે.

ABOUT THE AUTHOR

...view details