રાજકોટની વિવિધ વિસ્તારમાં કુલ 50 કરતા વધુ બિલ્ડીંગમાં GPSCની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તમામ બિલ્ડીંગની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે CCTV કેમેરા પણ લગાડીને ચેક કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની નોકરી માટે પરીક્ષા યોજાયા બાદ કેટલાક જિલ્લાઓમાં પેપર ફૂટવા અથવા પરીક્ષામાં ગેરરીતિ થયાના આક્ષેપો થાય છે.
રાજકોટમાં GPSCની 12 હજાર કરતા વધુ ઉમેદવારો આપશે પરીક્ષા - જિલ્લા વહીવટી તંત્ર
રાજકોટ: સમગ્ર રાજ્યમાં આજે (GPSC)ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરિક્ષા યોજાઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ આજે 12 હજાર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. અગાઉ પરીક્ષામાં બનેલી ગેરરીતિની ઘટનાને ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્રો પર ચૂસ્ત પોલીસ બંદોબંસ્ત ગોઠવવામાં આવ્યો છે.
etv bharat
આજે યોજાયેલી પરીક્ષા દરમિયાન રાજકોટમાં કોઈ ગેરરીતિ ન થાય અને વિદ્યાર્થીઓ સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Last Updated : Dec 8, 2019, 12:27 PM IST