આ ઘટનાની જાણ થતા જસદણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનસુખભાઇ જાદવ, પોપટભાઇ રાજપરા, હિતેષભાઇ સહિતના સેવાભાવીઓ હોસ્પીટલે દોડી ગયા હતા. રાજયપ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટ સિવીલ હોસ્પીટલના અધિક્ષશ્રીને સુચના આપીને તાત્કાલિક સારવાર કરવા સૂચના આપી હતી.
રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માત,12 લોકો ઇજાગ્રસ્ત
રાજકોટ: રાજકોટ- વનગર હાઇવે પર બળધોઇ ગામ પાસે રિક્ષા વચ્ચે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષામા બેસેલા 10 થી 12 મુસાફરોને ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્તોને જસદણ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્યારબાદબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતા.
etv bharat rajkot
ઇજાગ્રસ્તોને જસદણ 108 એમ્બ્યુલન્સ, જસદણ સિવીલ હોસ્પીટલ, માર્કેટ યાર્ડ અને એક પ્રાઇવેટ હોસ્પિટલ સહિત 4 એમ્બ્યુલન્સમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગાયને ઇજા થતા પાંજરાપોળમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. વધુ તપાસ માટે આટકોટના PSI મેતા સહિત પોલીસ સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.