રાજકોટ: રંગીલા રાજકોટમાં મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત ન હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે. શહેરના કોઠારિયા સોલવાન્ટ વિસ્તારમાં એક 11 વર્ષની બાળકી પર તેના સાવકા પિતાએ જ બળાત્કાર કર્યો હતો. આ મામલે બાળકીની માતા દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot Crime: રાજકોટમાં સાવકા પિતાએ 11 વર્ષની પુત્રી કર્યો બળાત્કાર - Rajkot Crime
રાજકોટના કોઠારિયામાં 11 વર્ષની બાળકી પર તેના સાવકા પિતાએ જ બળાત્કાર કર્યો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Published : Oct 23, 2023, 4:42 PM IST
'શહેરના કોઠારીયા વિસ્તારમાં પોતાની માતા અને સાવકા પિતા સાથે રહેતી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં બાળકીની માતા કામ પર જતા ઘરે કોઈ ન હોય જેનો લાભ લઈને બાળકીની સાવકા પિતા એવા બલદાઉ લાલારામ બરારે પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટના અંગે બાળકીએ પોતાની માતાને જાણ કરી હતી. તેની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી એવા સાવકા પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. '- બીવી જાધવ, એસીપી
આરોપી પિતાની ધરપકડ: પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાને પહેલા પતિ દ્વારા એક બાળકીનો જન્મ થયો અને ત્યારબાદ તે પહેલા પતિથી અલગ થઈ બીજા લગ્ન બલદાઉ બરાર નામના શખ્સ સાથે કર્યા હતા. તે રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતી હતી અને મજૂરી કામ કરતી હતી. તે કારખાનામાં કામ પર ગઈ હતી. ત્યારે તેના બીજા પતિ દ્વારા પુત્રી પર બળાત્કાર આચરવામાં આવ્યો છે. આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી છે અને તેનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
TAGGED:
Rajkot Crime