રાજકોટઃ દિવાળી પર્વ દરમિયાન 108 ની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી હતી. દિવાળીમાં ફટાકડા ફોડવામાં દાઝી જતા લોકોની સંખ્યા ગત વર્ષ કરતા આ વર્ષે વધી ગઈ છે. 108 વિભાગે આ માહિતી જાહેર કરી છે. આ વર્ષે દિવાળીમાં માત્ર 3 દિવસમાં ફટકાડાથી દાઝવાના કુલ 69 કોલ્સ 108ને મળ્યા હતા. જેમાં રાજ્યમાં દિવાળીના દિવસે કુલ 41 જેટલા લોકો, નવા વર્ષના દિવસે 17 અને ભાઈબીજના દિવસે 11 લોકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી હતી. આમ કુલ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં 69 લોકો દાઝ્યા હતા. જેને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તમામ કેસ જે તે જિલ્લાના 108 કંટ્રોલ રૂમ ખાતે નોંધાયા હતા.
108ને દિવાળી પર્વમાં 3 દિવસ દરમિયાન ફટાકડાથી દાઝવાના કુલ 69 કોલ્સ મળ્યા - ગત વર્ષ કરતા વધુ કેસ
દિવાળીમાં લોકો ફટાકડા ફોડવાનો આનંદ માણતા હોય છે. આ આનંદ ઘણી વાર દર્દનું કારણ પણ બની જાય છે. લોકો દાઝી પણ જતા હોય છે. 108 વિભાગે ગત વર્ષ કરતા આ વર્ષે વધુ ફટાકડાથી દાઝી જવાના કોલ્સ આવ્યા હોવાનું જણાવ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક
Published : Nov 16, 2023, 6:36 PM IST
પ્રથમ ત્રણ ક્રમના જિલ્લાની સ્થિતિઃ રાજ્યમાં ફટાકડાથી દાઝવાના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા હતા. જેમાંથી દિવાળીની રાત્રે 7, બેસતા વર્ષે 2 અને ભાઈબીજના દિવસે 6 એમ કુલ 15 કેસ નોંધાયા હતા. સુરત બાદ અમદાવાદમાં દિવાળીની રાત્રે 10, બેસતા વર્ષે 2 એમ કુલ 12 કેસ નોંધાયા હતા. આ શ્રેણીમાં 6 કેસ સાથે રાજકોટ ત્રીજા ક્રમે છે. રાજકોટ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન 6 કેસ નોંધાયા હતા. જેમાંથી દિવાળીની રાત્રે 4, બેસતા વર્ષે 1 અને ભાઈબીજના દિવસે 1 કેસ નોંધાયા હતા.
1 કેસ નોંધાયા હોય તેવા 9 જિલ્લાઓઃ રાજ્યના અરવલ્લી, બોટાદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, નર્મદા અને ડાંગ જિલ્લામાં 3 દિવસમાં માત્ર 1-1 કેસ નોંધાયા હતા. 108 દ્વારા સુરત, અમદાવાદ અને રાજકોટ ઉપરાંત 1 કેસ નોંધાયો હોય તેવા જિલ્લાઓમાં સતત એલર્ટ મોડ પર રહી હતી.