બાળકીએ પોતાના જ અપહરણની સ્ટોરી બનાવી રાજકોટ: રાજકોટમાં એક 10 વર્ષની બાળકીનું અપહરણ થયા હોવાની વાત સામે આવતા શહેરભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી. જ્યારે માત્ર 10 વર્ષની બાળકીના અપહરણ મામલે પોલીસ દ્વારા જિલ્લામાં નાકાબંધી પણ કરવામાં આવી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રણ જેટલા શખ્સો થાર કાર લઈને આવ્યા હતા અને આ બાળકીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને થોડી આગળ જઈને છોડી મૂકી હતી. જ્યારે બાળકી પોતાના ઘરે હેમખેમ ફરી હતી અને માતા-પિતાને સમગ્ર બાબતની જાણ કરી હતી. પરંતુ પોલીસે આ ઘટના મામલે ઝીણવટભરી તપાસ કરતાં આ સમગ્ર મામલો કંઈક જુદો જ નીકળ્યો હતો.
'એક 9થી 10 વર્ષની બાળકી તેના પિતા સાથે પોલીસ મથકે આવી હતી. જેણે પોલીસને જણાવ્યું હતું કે તે સવારના સમયે ટ્યુશનમાં જઈ રહી હતી તે દરમિયાન એક કાળા કલરની થાર કાર આવી હતી. જેમાં રહેલા શખ્સોએ તેને ઉપાડી લીધી હતી અને કારમાં બેસાડી દીધી હતી. શખ્સોએ આગળ જઈને બીજી 5 વર્ષની બાળકીને પણ ઉપાડી લીધી હતી. જોકે રેલનગર નજીક આવેલા ગરનાળા પાસે પહેલા તેને કારમાંથી ઉતારી દીધી હતી. ત્યારબાદ કાર રેલવે સ્ટેશન તરફ જતી રહી હતી.' - સુધીર દેસાઈ, ઝોન 2 DCP, રાજકોટ
સીસીટીવી ફૂટેજ આવ્યા સામે: આ પ્રકારની ઘટનાની જાણ પ્રદ્યુમનનગર પોલીસ મથકને થતા પોલીસ દ્વારા તાત્કાલિક કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ અધિકારીઓ પણ બનાવની ગંભીરતા જોઈને ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની અલગ અલગ ટીમ દ્વારા વિવિધ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસને આ બાળકી ટ્યુશનમાં જઈ રહી હોય તે રૂટના સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતા.
સીસીટીવી ફુટેજના આધારે બાળકીના ખેલનો ખુલાસો બાળકીએ શું કર્યો ખુલાસો: જ્યારે આ સીસીટીવીમાં કોઈ બ્લેક કલરની કાર જોવા મળી નહોતી. જેને લઇને પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ જે બાળકીનું અપહરણ થયું હતું તે બાળકીને પોલીસ મથકે લાવવામાં આવી હતી. બાળકીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે આ બાળકીએ હોમવર્ક કર્યું નહોતું અને તેને ટ્યુશનમાં ન જવું હોય આ પ્રકારનું આખી ઘટના ઊભી કરી હતી.
- Ahmedabad Crime News : 13 માસના બાળકના અપહરણની જાણ થતાં પોલીસનો જીવ તાળવે ચોટ્યા, કેવી રીતે બચાવ્યો જૂઓ
- Ahmedabad Accident: HL કોલેજ રોડ પર નબીરાએ બેફામ રીતે કાર ચલાવી ત્રણ લારીઓને અડફેટે લીધી, બાળકી સહિત બે લોકોને ઈજા