રાજકોટઃ પ્રાપ્ત વિગત મુજબ જસદણના કડૂકા ગામે રહેતા કોળી જીવરાજભાઈ પ્રેમજીભાઈ બેરાણી ઉંમર વર્ષ 30 બેરાણી પરીવારમાં લગ્નની જાનમાં પોતાનું બાઇક લઇ કલોરાણા ગામે ગયા હતા, ત્યાંથી શનિવારે સાંજે પોતાના ગામ કડુકા તરફ ત્રિપલ સવારીમાં પરત આવતા હતા, ત્યારે ફોરવહીલ કારે બાઈકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.
લીલાપુર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત બે ઈજાગ્રસ્ત - રાજકોટ સમાચાર
જસદણ તાલુકાના લીલાપુર ગામ પાસે ફોર વ્હીલ કારે ત્રિપલ સવારી બાઈકને અડફેટે લેતા ઘટના સ્થળે એક યુવાનનું મોત થયું હતું. જેમાં પાછળ બેઠેલ 2 વ્યક્તિને જસદણ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
લીલાપુર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 1નું મોત અને 2ને ઇજા
તેમની પાછળ બેઠેલા હિરેનભાઈ સોલંકી અને કિશનભાઇ સોલંકી બન્નેને ગંભીર ઈજા થતાં તેમને જસદણ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને વધુ તપાસ જસદણ તાલુકાના પોલીસે હાથ ધરી હતી.