ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં પિસ્તોલ અને બે કારતુસ સાથે 1 ઇસમની ધરપકડ - રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ

રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન પિસ્તોલ અને બે કારતુસ સાથે 1 ઇસમની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે આ ઈસમ ગેરકાયદેસર હથિયાર ક્યાંથી લાવ્યો અને તે કોને આપવાનો હતો. તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

cartridges
રાજકોટ

By

Published : Feb 18, 2020, 4:21 AM IST

રાજકોટ : શહેરના ગાંધીગ્રામ પોલીસે 1 ઈસમને પેટ્રોલીંગ દરમિયાન એક દેશી પિસ્તોલ અને 2 જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં ઝડપાયેલ રવિ ભૂપતભાઈ ખેરૈયા નામનો ઈસમ ડ્રાઇવિંગના ધંધા સાથે સંકળાયેલ છે. તેમજ પોલીસે આ ઈસમને જામનગર રોડ પર આવેલ રેલવે કોલોની નજીકથી ઝડપી પાડ્યો છે.

રાજકોટમાં પિસ્તોલ અને બે કારતુસ સાથે 1 ઇસમની ધરપકડ

હાલ, પોલીસે આ ઈસમ ગેરકાયદેસર હથિયાર ક્યાંથી લાવ્યો અને તે કોને આપવાનો હતો. તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટમાંથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યા છે. ત્યારે આજે ફરી હથિયાર મળી આવતા પોલીસ વધુ સક્રિય થઈ છે.

ABOUT THE AUTHOR

...view details