રાજકોટ:હિન્દુ ધર્મમાં રામાયણને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. રાજકોટના એસ્ટ્રોન ચોક નજીક આવેલ નચિકેતા સ્ટેશનરીમાં એક અનોખી રામાયણ વેચાવા માટે આવી છે. આ રામાયણની કિંમત રૂપિયા 1.65 લાખ હાલ રાખવામાં આવી છે. જેમાં અંગ્રેજી, હિંદી અને સંસ્કૃત એમ ત્રણ ભાષા જોવા મળશે. આ સાથે રામાયણમાં વિવિધ પ્રસંગોના ચલચિત્રો પણ રાખવામાં આવ્યા છે. જેને લઇને આ રામાયણ જે પણ લોકો વાંચે તેને સહેલાઈથી તમામ બાબતોનો ખ્યાલ આવી શકે છે.
Ramayana Granth: રાજકોટમાં 1.65 લાખના રામાયણ ગ્રંથને વેચાણ માટે મુકાયો, જુઓ શું છે ખાસિયતો - Ramayana
તમિલનાડુની એક સંસ્થા દ્વારા 45 કિલો વજનની રામાયણ તૈયાર કરવામાં આવી છે. જે રાજકોટના નચિકેતા સ્ટેશનરીમાં વેચાણ માટે મુકવામાં આવી છે. અંગ્રેજી, હિંદી અને સંસ્કૃતમાં તૈયાર કરાયેલ આ રામાયણમાં 100 ચિત્રકારોએ સર્જેલ વિવિધ પ્રસંગોના ચલચિત્રો પણ રાખવામાં આવ્યા છે.
હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીનો ઉપયોગ: ધનજીભાઈ કાવરે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ રામાયણ તમિલનાડુના વૈદિક કોસ્મોસ પ્રકાશન દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આ રામાયણની વિશેષતાએ છે કે દેશની સૌપ્રથમ રામાયણ જે વાલ્મિકી ઋષિ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેમાં 24 હજાર શ્લોક હતા તે તમામ શ્લોકને આ રામાયણમાં ઉમેરવામાં આવ્યા છે. તેને તૈયાર કરતા 5 વર્ષનો સમય લાગ્યો છે. આ રામાયણમાં પારાયણ કરવા માટે સંસ્કૃતના જુદા જુદા શ્લોક સાથે હિન્દી અને અંગ્રેજી અનુવાદ કરી આ મહાકાવ્યના અનેક પ્રસંગોના પેન્ટિંગસ તૈયાર કરવામાં આવ્યા છે અને તેના સાત કાંડને ત્રણ પુસ્તકોમાં સમાવામાં આવ્યા છે.
100 ચિત્રકારોએ વિવિધ પ્રસંગો ઉતર્યા કેનવાસ પર: રામાયણ 24 હજાર શ્લોકોને વિદેશી સ્કોલર અને 15 વૈદિક નિષ્ણાતો દ્વારા અનુવાદ કરીને સંપાદન કરવામાં આવ્યું છે. આ સાથે જ 100 જેટલા ચિત્રકારોએ કેનવાસ પર રામાયણના વિવિધ પ્રસંગો કંડાર્યા છે જે ખૂબ જ અદભૂત લાગી રહ્યા છે. જ્યારે આ વાલ્મિકી રામાયણના ત્રણ ગ્રંથો, પટારો અને સ્ટેન્ડ આ તમામ વસ્તુઓ કુલ 45 કિલો ગ્રામનો વજન ધરાવે છે. તેમજ આ બોક્સ બનાવવા માટે ખાસ કેનેડાથી વુડ લાકડા મંગાવાયા છે અને આ રામાયણમાં ઇટાલિયન કાગળોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 100 વર્ષની ગેરંટી વાળો છે એટલે કે વર્ષોથી રામાયણને કોઈ પણ નુકશાન ન થાય તેવી રીતે તૈયાર કરવામાં આવી છે.