રાજકોટ : સાયબર સેલ PSI પીસી સરવૈયાને મળેલી બાતમીના આધારે ગોંડલના વોરાકોટડા રોડ પર સબ જેલ પાસે GJ24K9936 નંબરની ટેરેનો કારને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 105 કિંમત રૂ. 89250 મળી આવતા નીરવ જીવણભાઈ રાદડિયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ ગોંડલ સબ જેલ પાસે વિદેશી દારૂના જથ્થા સાથે 1ની ધરપકડ - ગોંડલ સબ જેલ
ગોંડલ સબ જેલ પાસે વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 1 આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી વિદેશી દારૂની બોટલ, મોબાઈલ તેમજ કાર મળી 10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
રાજકોટ
આ સાથે વિદેશી દારૂનો જથ્થો 3 મોબાઈલ અને તેની ગાડી મળી કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમાં પોલીસ દરોડા દરમિયાન પરમાર પપ્પુ મહારાજ બાબુભાઈ નાસી છૂટ્યો હતો. જેમાં પોલીસે તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.