- એક સમયે પાનની દુકાનમાં નોકરી કરતા યુવાનની એશિયાઈ થાઇ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી
- હૈદરાબાદમાં નેશનલ થાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
- દિવસમાં કરેલી સતત પ્રેક્ટિસ અને મહેનતનું મળ્યું પરિણામ મહેશ મોતીવરસ
પોરબંદર: સફળતા મેળવવા માટે યોગ્ય રસ્તાની જરૂર પડે છે. જો એ રસ્તાના પથદર્શક અને માર્ગદર્શન યોગ્ય મળે તો સફળતા અવશ્ય મળે છે. પોરબંદરમાં એક સમયે પાનની દુકાનમાં નોકરી કરતા એક યુવાને નેશનલ થાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જે એશિયાઈ થાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે કવૉલીફાય થયો હતો. જેની પાછળ તેને અનેક માર્ગદર્શકોનો સહયોગ રહ્યો હતો.
2007થી કરાટે તાલીમની કરી હતી શરૂઆત
પોરબંદરના મહેશ મોતીવરસ એક સમયે પાનની દુકાનમાં નોકરી કરીને જીવન ગુજારતા હતા, પરંતુ તેની મુલાકાત કેતન કોટીયા સાથે થતા તેઓએ તેમને કરાટે તથા થાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપની માહિતી આપી હતી. ત્યારબાદ 2007થી કરાટે તાલીમની શરૂઆત કરી હતી. ધીમે-ધીમે આ ક્ષેત્રમાં વધુ આગળ વધતા જિલ્લા લેવલ અને રાજ્ય લેવલની તેમજ કરાટે સ્પર્ધામાં અઢળક સિલ્વર અને ગોલ્ડન મેળવ્યા હતા.
આ પણ વાંચો: ભારત માટે ચેમ્પીયનશીપનો બેલ્ટ લાવવો એ મારૂ સ્વપ્ન છે : રીતુ ફોગાટ