પોરબંદર: કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પોરબંદરના અડવાણા ગામે રહેતા ભાવેશ નવઘણ ભૂતિયા (ઉમર વર્ષ-20) અને તેના ભાઈ રમેશ નવઘણ ભૂતિયાં (ઉમર વર્ષ-17) વચ્ચે ગત રાત્રે કોઈ બાબતે ઝઘડો થયો હતો. નાના ભાઈ રમેશે ભાવેશને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીઘો હતો.
પોરબંદરના અડવાણા ગામે ભાઈ એ જ કરી ભાઈની હત્યા - પોરબંદર
પોરબંદરના અડવાણા ગામે રહેતા એક 20 વર્ષના યુવકની તેના જ 17 વર્ષીય ભાઈએ હત્યા કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
![પોરબંદરના અડવાણા ગામે ભાઈ એ જ કરી ભાઈની હત્યા Porbandar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7162302-140-7162302-1589260667672.jpg)
પોરબંદર
પોલીસે આરોપી રમેશ ભૂતિયાંની તેના ઘરેથી જ ધરપકડ કરી છે. બન્ને વચ્ચે કઈ બાબતે ઝઘડો થયો હતો. આ અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. મૃતક ભાવેશ ભૂતિયાંના મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બન્નેના માતાપિતાનું વર્ષો પહેલા આવસાન થયું હોવાથી તેઓ દાદીના ઘરે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.