ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં રસ્તામાં ઠેર ઠેર ખાડા પડતા યુથ કોંગ્રેેસે ખાડામાં સરકાર વિરુદ્ધ સુત્રોચારના બેનર લગાવ્યા - પોરબંદરના તાજા સમાચાર

એક તરફ વિકાસની વાત લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ પોરબંદરમાં ચોમાસાની ઋતુમાં અનેક માર્ગો પર ખાડા પડી જતા લોકોને અવર જવર માટે ત્રાસદાયક બન્યું છે અને અકસ્માતનો પણ ભય રહે છે. તંત્ર દ્વારા ખાડામાં કોઈ રિપેરિંગ ન થતા યુથ કોંગ્રેસ પોરબંદર દ્વારા ગુરુવારે સરકાર વિરુદ્ધ સુત્રોચાર અને બેનરો લગાવવામાં આવ્યા હતા.

Porbandar News
Porbandar News

By

Published : Sep 17, 2021, 11:01 PM IST

  • પોરબંદરના અનેક વિસ્તારોમાં ખાડા પડયાં
  • માર્કેટિંગ યાર્ડ GIDC અને આશાપુરા ચોકડી, ઓરિએન્ટ તરફ જતો રસ્તો અને બિરલા રોડ ઇન્દિરાનગર રસ્તો બિસ્માર
  • રોડ ઉપર અત્યારે નીકળવુંએ જીવના જોખમે નીકળવા જેવું

પોરબંદર: દેશમા અને રાજ્યમાં ચારે બાજુ વિકાસ થવાની ઉજવણીઓ કરવામાં આવી રહી છે. એક બાજુ વિકાસની પાછળ દેશ વેચાઈ રહ્યો છે અને વિકાસમા ખાડા પડી રહ્યા છે, ત્યારે પોરબંદરના મુખ્ય માર્ગ એટલે જુબેલી બોખીરા રોડ જે સમગ્ર બરડા પથકનો મુખ્ય માર્ગ છે અને ગાયત્રી મંદિર તરફ જતો રસ્તો જે માર્કેટિંગ યાર્ડ GIDC ને જોડતો મુખ્ય માર્ગ છે અને આશાપુરા ચોકડીથી ઓરિએન્ટ ફેક્ટરી તરફ જતો રસ્તો અને બિરલા રોડ ઇન્દિરાનગર વાળો રસ્તો લાંબા સમયથી ખૂબ ભયંકર હાલત છે. આ બધા રોડ ઉપર અત્યારે નીકળવુંએ જીવના જોખમે નીકળવા જેવું થઈ ગયું છે. ઘણા અકસ્માતો પણ સર્જાયા છે.

પોરબંદરમાં રસ્તામાં ઠેર ઠેર ખાડા પડતા યુથ કોંગ્રેેસે ખાડામાં સરકાર વિરુદ્ધ સુત્રોચારના બેનર લગાવ્યા

વિવિધ કોંગી આગેવાનો રહ્યા ઉપસ્થિત

આજે ગુરુવારે યુવા કોગ્રેસ દ્વારા આ રસ્તાઓ ઉપર સરકાર વિરોધી સૂત્રો લગાડવામાં આવ્યા અને સરકાર તરફથી જે મોટી અને ખોટી વિકાસની વાતો કરવામાં આવી રહી છે. તે ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ધર્મેશ પરમાર, NSUI જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ, જિલ્લા ઉપપ્રમુખ રાહુલ ચુડાસમા, જિલ્લા ઉપપ્રમુખ આનદ પંજાણી, જિલ્લા ઉપપ્રમુખ દિપક ઓડેદરા, જિલ્લા મહામંત્રી દેવગ હુંણ, જિલ્લા મહામંત્રી પોપટ મોઢવાડીયા, જિલ્લા મહામંત્રી કલ્પેશ જુગી, જિલ્લા મંત્રી ઇરફાન બુખારી, યુવા આગેવાન અમિત મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details