ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં નવી ગ્રામ પંચાયત બનાવવા અડધો ખર્ચ યુવા સરપંચે ઊઠાવ્યો, બાબુ બોખીરિયાએ કર્યું લોકાર્પણ - લોકાર્પણ

પોરબંદરના બગવદર ગામમાં 25 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું હતું. સરકાર દ્વારા 12 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી. ત્યારે અડધો અડધ ખર્ચ યુવા સરપંચે કર્યો હતો. તમામ સુવિધાથી સજ્જ ગ્રામ પંચાયત કચેરી બનાવાઈ છે.

પોરબંદરમાં નવી ગ્રામ પંચાયત બનાવવા અડધો ખર્ચ યુવા સરપંચે ઊઠાવ્યો, બાબુ બોખીરિયાએ કર્યું લોકાર્પણ
પોરબંદરમાં નવી ગ્રામ પંચાયત બનાવવા અડધો ખર્ચ યુવા સરપંચે ઊઠાવ્યો, બાબુ બોખીરિયાએ કર્યું લોકાર્પણ

By

Published : Dec 15, 2020, 12:42 PM IST

  • પોરબંદરના બગવદર ગામમાં નવી ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ
  • 25 લાખની ખર્ચે તૈયાર કરવામાં આવી નવી ગ્રામ પંચાયત કચેરી
  • પંચાયત કચેરી તૈયાર કરવામાં અડધો ખર્ચ ઊઠાવ્યો યુવા સરપંચે

પોરબંદરઃ તાલુકાના બગવદર ગામે ગ્રામ પંચાયત કચેરીનું આકર્ષક બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા બગવદર ગામે ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ માટે 12 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. અડધી ગ્રાન્ટ સરકારે આપી છે અને અડધો ખર્ચ સરપંચ વિક્રમભાઈ ઓડેદરાએ કર્યો છે, જેથી 25 લાખના ખર્ચે ગ્રામ પંચાયત કચેરી બનાવવામાં આવી છે.

પોરબંદરમાં નવી ગ્રામ પંચાયત બનાવવા અડધો ખર્ચ યુવા સરપંચે ઊઠાવ્યો, બાબુ બોખીરિયાએ કર્યું લોકાર્પણ

ગ્રામ પંચાયતના બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમ

બગવદર ખાતે નવી બનાવવામાં આવેલી ગ્રામ પંચાયત કચેરીમાં તમામ પ્રકારની સુવિધાઓ આ કચેરીમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. દીર્ઘદૃષ્ટિ ધરાવતા ગામના યુવા સરપંચની જહેમતથી ગ્રામજનોને પણ તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહી છે. ત્યારે વધુ એક સારી સગવડ ઉપલબ્ધ કરતા ગ્રામજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. આમ, નવનિર્માણ પામેલ ગ્રામ પંચાયતના બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય બાબુ બોખિરીયાના હસ્તે ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં નવી ગ્રામ પંચાયત બનાવવા અડધો ખર્ચ યુવા સરપંચે ઊઠાવ્યો, બાબુ બોખીરિયાએ કર્યું લોકાર્પણ
ગ્રામ પંચાયત કચેરીનું બિલ્ડીંગ આધુનિક પ્રકારનું બનાવવામાં આવ્યું
પોરબંદરમાં નવી ગ્રામ પંચાયત બનાવવા અડધો ખર્ચ યુવા સરપંચે ઊઠાવ્યો, બાબુ બોખીરિયાએ કર્યું લોકાર્પણ

બગવદર ખાતે બનાવવામાં આવેલી ગ્રામ પંચાયત કચેરીનું બિલ્ડીંગ આધુનિક પ્રકારનું બનાવવામાં આવ્યું છે. એક હોલ, બે ઓરડા અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમ જ એસી, સોફા સેટ અને સ્ટિલની ખુરશી પણ લગાવવામાં આવી છે. આ બિલ્ડિંગમાં ત્રણ લાખથી વધુના ખર્ચે માત્ર કલર કામ જ કરવામાં આવ્યું છે. તેમ જ સચિવાલયમાં હોય તેવા પ્રકારના ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details