ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાનની સ્પીચનો અશોભનીય વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા અંગે યુવાનની ધરપકડ - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

સોશિયલ મીડિયામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સ્પીચના વીડિયોમાં ફેરફાર કરી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદાથી બનાવટી ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ બનાવી વીડિયો મૂકનારની માધવપુર પોલીસે ધરપકડ કરી છે.

મુખ્યપ્રધાનની સ્પીચનો અશોભનીય વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા અંગે યુવાનની ધરપકડ
મુખ્યપ્રધાનની સ્પીચનો અશોભનીય વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા અંગે યુવાનની ધરપકડ

By

Published : May 27, 2021, 2:23 PM IST

  • માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે યુવાનને પકડી પાડ્યો
  • મુખ્યપ્રધાન પદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે બનાવ્યો હતો વીડિયો
  • મુખ્યપ્રધાનની સ્પીચના અમુક અંશોનો ઉપયોગ કરી ગોરસરના યુવકે યુટ્યુબ પર વીડિયો મુક્યો

પોરબંદરઃગોરસર ગામે રહેતા વિવેક હરદાસભાઇ પરમાર નામના યુવાને મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani)ની સ્પીચના અમુક અંશો સાથે ફેરફાર કરી તેમની પદ પ્રતિષ્ઠાને નુક્સાન અને હાનિ પહોંચાડવાના ઈરાદાથી બનાવટી ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો બનાવ્યા હતા. જેને સોશિયલ મીડિયા પરના ફેસબુક અને youtube ચેનલમાં મૂકી દેતા મુખ્યપ્રધાનની પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવું કૃત્ય કર્યું હતું.

આ પણ વાંચોઃઅમદાવાદમાં આંગણવાડીમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા શખ્સની ધરપકડ

માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે યુવકની ધરપકડ કરી

પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ ફ્રોડ અટકાવવા અને શોધી કાઢવા જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિર્દેશક મનીન્દર પ્રતાપસિંહ પવાર અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચનાથી માધવપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃવડોદરાથી ભાગી જનારા કાચા કામના કેદીની કરાઇ ધરપકડ

આ કામગીરીમાં રોકાયેલો સ્ટાફ

આ કામગીરીમાં LCB, PSI એન.એમ.ગઢવી તથા માધવપુર પોલીસ સ્ટેશનના PSI એસ.સી.ધાંધલીયા તથા ASI એ.એસ.અગ્રાવત તથા લોકરક્ષક નાગાજણભાઇ રાજાભાઈ તથા ચંદ્રજીતસિંહ અરશીભાઈ તથા સંજયભાઈ લખમણભાઇ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details