માણસ અનેક શારીરિક બિમારીઓ દૂર કરીને મફતમાં માનસિક શાંતિનો અનુભવ થાય છે. યોગથી થતા લાભને ધ્યાનમાં રાખીને વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજાતો ખેલમહાકુંભ ખેલૈયાઓ માટે એક પ્લેટફોર્મ બન્યું છે.
પંચરની નાની દુકાનથી ગુજરાન ચલાવતા ઘનશ્યામભાઇ મકવાણાના પુત્ર અલ્પેશ કહે છે કે, ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી કોલેજ સુધી પહોંચી શક્યો નથી. પણ મારી સવારની શરૂઆત મારા શોખથી થાય છે અને આ શોખ છે. દરરોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી યોગ કરવાનો.
ખેલમહાકુંભમાં યોગમા પોરબંદરના યુવાને રાજ્યકક્ષાએ દ્રિતીય નંબર મેળવ્યો યોગ શિક્ષકે કહ્યું કે, TVમાં આવતા જુદા જુદા યોગાસનના કાર્યક્રમો જોઇને છેલ્લા હું 3 વર્ષથી યોગ કરૂ છું અને શાળાના વિદ્યાર્થીઓને પણ યોગ શીખવાડુ છું. વિદ્યાલયમાં યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઇએ વધુમાં કહ્યુ કે, હું છેલ્લા 2 વર્ષથી ખેલમહાકુંભમાં ભાગ લઉ છું. હાર કે જીત, નંબર આવે કે, ના આવે મને તો ફક્ત યોગાસન કરવા ગમે છે. માટે હું ખેલમહાકુંભમાં ઉત્સાહિત થઇને જોડાવ છું. તમે યુવાન હોય કે, નિવૃતિનુ જીવન જીવતા હોય, દરેક ઉમંરના લોકોએ યોગ કરવા જોઇએ યોગ માણસને માનસિક તણાવથી દુર રાખે છે. હું કોઇ કોચના માર્ગદર્શન વગર જાતે જ પ્રયોગો કરીને શીખ્યો છું. હું એક એવો ખુલ્લો ક્લાસ બનાવવા ઇચ્છુ છુ કે, જેમાં ચાર દિવાલ ન હોય પણ ચારે બાજુ વૃક્ષો હોય, વાતાવરણ ઘોંઘાટ મુક્ત હોય.
ખેલમહાકુંભમાં યોગમા પોરબંદરના યુવાને રાજ્યકક્ષાએ દ્રિતીય નંબર મેળવ્યો મારો મુખ્ય હેતુ એ છે કે, વધુને વધુ લોકો યોગ કરતા થાય. શાળાના સહ આચાર્ય રીધ્ધીબેન રાઠોડે કહ્યું કે, અલ્પેશભાઇ ખુબજ સરળ અને શાંત છે. દરેક કાર્યને પોઝીટીવથી જુએ છે, વિધાર્થીઓને હંમેશા માર્ગદર્શન પુરુ પાડતા રહે છે.