પોરબંદરના યુવાને યોગા વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું પોરબંદર :શહેરમાં રહેતા રાજ ડુબલ નામના યુવાને યોગા ક્ષેત્રે સારી સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, શાસ્ત્રો તેમજ ગુણીજનો યોગનું મહત્વ આપને સમજાવી ગયા છે. આ ઉપરાંત યોગાથી ન માત્ર શારીરિક ફાયદા પરતું માનસિક મનને પણ શાંતિની અનુભૂતિ કરાવતા હોય છે. ત્યારે પોરબંદર શહેરમાં ધોરણ 11માં ભણતા આ યુવાને યોગા ક્ષેત્રે અલગ પ્રકારની સફળતા પ્રાપ્ત કરી છે. આ યુવાને ગત તારીખ 31 ડિસેમ્બર 2022ના રોજ યોગા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામની વેબસાઈટમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. કંધપીડાસન કરીને રેકોર્ડ બનાવવામાં સફળતા હાંસલ કરી છે.
યોગા વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન કઈ રીતે કરવામાં આવે છે કંધપીડાસન :આ પ્રકારનું આસન સ્પર્ધા લેવલનું હોય છે. જેમાં પગને વાળીને છાતી પાસે લઈ જવામાં આવે છે અને લાંબા સમય સુધી રાખવામાં આવે છે. જેમાં રાજ ડુબલે 45.25 સેકન્ડ સુધી આ પોઝિશન રાખી રેકોર્ડ બનાવ્યો છે.
આ પણ વાંચો :સુરતની યોગા ચેમ્પિયન વૈષ્ણવી દાસ, ઓલ ઇન્ડિયા યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
કંંધપીડાસનથી થતા ફાયદા :કંધ પીડાસન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. કરોડરજ્જુ પગના ઘૂંટણ હથેળી, ખભા તેમજ ઉપરની પેટના ભાગને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત નાભીની નીચેના ભાગને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. તેમજ સાંતળના ભાગને પણ ઓછો કરવા માટે તેમજ મેદસ્વિતા ઘટાડવા માટે પણ આ યોગ ઉપયોગી છે. શરીરના નીચેના ભાગને મજબૂત બનાવે છે અને રક્ત પ્રવાહને સંચાલન વ્યવસ્થિત કરે છે. હાડકાના દુ:ખાવા માટે પણ રાહત અપાવે છે.
આ પણ વાંચો :Guinness Book of Records: ચાર લાખ લોકોએ કર્યા એકસાથે યોગા, 8 મહિનાની મહેનત સફળ
ભવિષ્યમાં વિવિધ વર્લ્ડ રેકોર્ડ તોડવાનું રાજનું સ્વપ્ન :પોરબંદરના રાજ ડુબલે જણાવ્યું હતું કે, આ સફળતા પાછળ તેના માતા પિતા તેમજ યોગા ટીચર અલ્પેશ મકવાણાનો તેમજ મિત્ર વર્તુળનો પણ ભરપૂર સપોર્ટ હતો. ત્યારે આગામી સમયમાં યોગ ક્ષેત્રમાં વિવિધ વર્લ્ડ રેકોર્ડ સર્જવાની તૈયારી રાજે દાખવી હતી અને યુવાનો પણ યુવાનીમાં યોગની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય તેવો સંદેશો પાઠવ્યો હતો. આ ઉપરાંત રાજ ડુબલની સિદ્ધિને લઈને પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.