પોરબંદરમાં ઇન્ડીયન કોસ્ટગાર્ડના ત્રણેય પાંખોના ઇન્ડીયન કોસ્ટગાર્ડ ,એર એન્કલેવ ,નાવિક –શીપના જવાનો તથા ડીસ્ટ્રીક હેડક્વાર્ટર અધિકારી ડી આઈ જી ઇકબાલ સિંહ ચૌહાણ સહિતનાઓ એ જોડાયા હતા. આ ઉપરાંત પોરબંદરના આઈ એન એસ સરદાર પટેલ નેવલ બેઝ ખાતે નેવીના અધિકારીઓ અને જવાનો દ્વારા પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદરમાં નૌ સેના અને તટ રક્ષક દળે કરી યોગ દિવસની ઉજવણી - Porbandar
પોરબંદર: સમગ્ર દેશમાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ છે. ત્યારે ભારતીય નૌ સેના અને ભારતીય તટ રક્ષક દળ દ્વારા પોરબંદરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં કોસ્ટગાર્ડ હેડક્વાટર પર કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
ઉપરાંત નૌસેના બાગ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નેવી ચિલ્ડ્રન સ્કુલના બાળકો અને નેવીના જવાનો પણ સહભાગી બન્યા હતા.