યોગ દિવસ વ્યવસ્થિત અને સુચારૂ રીતે યોજાઇ તે માટે નોડલ અધિકારી તથા યોગ નિદર્શન ટ્રેનરોની નિયુક્તી કરવામાં આવી છે. માસ્ટર ટ્રેનરો લોકોને ટ્રેનિંગ આપી શકે તે માટે તારીખ 7 જૂનથી 14 જૂન સુધી બિરલા ફેકટરી પાસે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી રસિક મકવાણાનાં માર્ગદર્શન હેઠળ 76 માસ્ટર ટ્રેનરોને તાલીમ આપવામાં આવી હતી.
યોગ દિવસની ઉજવણી માટે કલેક્ટરના આદેશની ઐસીતૈસી, પ્રતિબંધ હોવા છતાં પણ ઉજવણી થશે - PBR
પોરબંદરઃ વિશ્વ યોગ દિવસ 21 જૂનની ઉજવણી સંદર્ભે પોરબંદરમા પણ સવારે 6 કલાકે હજૂર પેલેસ પાછળ ચોપાટી ખાતે તથા તાલુકા અને નગરપાલિકા કક્ષાએ સામૂહિક યોગ નિદર્શનનાં કાર્યક્રમ યોજાવાની જાહેરાત કરાઈ છે. પરંતુ નાયબ જિલ્લા કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામામાં 16થી 22 જૂન સુધી ચોપાટી અને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
![યોગ દિવસની ઉજવણી માટે કલેક્ટરના આદેશની ઐસીતૈસી, પ્રતિબંધ હોવા છતાં પણ ઉજવણી થશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3595014-thumbnail-3x2-pbr.jpeg)
આ 76 માસ્ટર ટ્રેનરોને ફાળવેલા કેન્દ્રોમાં તારીખ 20 જૂન સુધી જાહેર જનતા માટે સવારે 6 થી 8 કલાક સુધી યોગ અભ્યાસની તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ છે. તારીખ 21 જૂનના રોજ સવારે 6 કલાકે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ નાગરીકો સહભાગી બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે 22 જૂન સુધી દરિયાકિનારા પર ન જવાનો વહીવટી તંત્ર દ્વારા જ પ્રતિબંધ કરવામાં આવ્યો છે તેમ છતાં 21 જૂનના રોજ દરિયા કિનારે યોગ દિવસ ઉજવણી જાહેર કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
જયારે આ બાબતે નાયબ કલેકટર એમ એચ જોશી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચોપાટી પર આવેલ હજુર પેલેસ પાછળના વિસ્તારમાં દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવાંમાં આવે છે પરંતુ, આ વર્ષે વાવાઝોડાની અસરના કારણે આ સ્થળની મુલાકાત લીધી હતી અને હવામાન વિભાગની માહિતી મુજબ જો 21 તારીખે વાતાવરણમાં સામાન્ય સ્થિતિ હશે તો આ સ્થળે જ યોગ દિવસની ઉજવણી કરશે. વાતાવરણમાં કોઈ બદલાવ આવશે તો એ બાબત અંગે વિચારણા કરી યોગ્ય ઉપાય કાઢવાં આવશે.