ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar Yoga Utsav : ગાંધીની ધરતી પર યોગને લોકપ્રિય બનાવવા ભવ્ય આયોજન

પોરબંદરમાં કૉસ્ટ ગાર્ડ જેટી પર યોગ ઉત્સવ (Porbandar Yoga Utsav) યોજાયો હતો. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરસોત્તમ રૂપાલા સહિત અનેક આગેવાનો (Yoga Utsav Pursottam Rupala present) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યોગને લોકપ્રિય બનાવવા માટે દેશના વિવિધ શહેરોમાં પણ (World Yoga Day) યોગનું આયોજન કરવામાંં આવ્યું હતું.

Porbandar Yoga Utsav : ગાંધીની ધરતી પર યોગને લોકપ્રિય બનાવવા ભવ્ય આયોજન
Porbandar Yoga Utsav : ગાંધીની ધરતી પર યોગને લોકપ્રિય બનાવવા ભવ્ય આયોજન

By

Published : May 9, 2022, 3:43 PM IST

પોરબંદર : વિશ્વ યોગ દિવસ આગામી (World Yoga Day) 21 જૂન 2022માં આવી રહ્યો છે. જેને હવે 47 દિવસ બાકી છે જે અંતર્ગત લોકો વધુમાં વધુ યોગ તરફ વળે તે માટે ભારત સરકાર દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. ત્યારે પોરબંદર ખાતે કૉસ્ટ ગાર્ડ જેટી પર યોગ ઉત્સવ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરસોત્તમ રૂપાલા (Yoga Utsav Pursottam Rupala Present) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લોક જાગૃતિ માટે પણ દેશના વિવિધ શહેરોમાં યોગનો કાર્યક્રમો રાખવામાં આવ્યો હતા.

પુરસોત્તમ રૂપાલાએ યોગ કર્યાં

આ પણ વાંચો :પિતૃતર્પણની વિધિ બાકી હોય તો કરી લેજો, આજના દિવસે છે શ્રેષ્ઠ યોગ

પુરસોત્તમ રૂપાલાએ કર્યા યોગ - જેમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા યોગ દિવસ અગાઉ યોગની ઉજવણી (Yoga Utsav Celebration) કરવામાં આવશે. પોરબંદર ખાતે કૉસ્ટ ગાર્ડ જેટી પર યોગ ઉત્સવ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય પ્રધાન રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પુરસોત્તમ રૂપાલાએ યોગા પણ કર્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય બાબુ બોખીરિયા, કોસ્ટગાર્ડ અધિકારીઓ અને જવાનો સહિત માછીમાર આગેવાનો અને યોગ ટ્રેનરોએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિતી રહ્યા હતા.

કૉસ્ટ ગાર્ડ જેટી પર યોગ ઉત્સવ

આ પણ વાંચો :Yoga Garba Course in Surat : ગરબા સાથે યોગ કરીનેે શરીરને બનાવો સુખમય, યોગ-ગરબાના કોર્સ થયા ચાલુ

દેશના વિવિધ શહેરમાં યોગનું આયોજન - પોરબંદરના આ કાર્યક્રમમાં 1 કલાક યોગ (Porbandar Yoga Utsav) કર્યા હતા. મસ્ત્ય પાલન વિભાગ દ્વારા દેશના વિવિધ ભાગોમાં યોગ ઉત્સવ કાર્યક્રમો યોજાયા છે. જેમાં કેરળમાં કોચી, ઉત્તરપ્રદેશના વારાણસી, ગુજરાતના પોરબંદર તેમજ સમાજના તમામ લોકોમાં યોગને લોકપ્રિય બનાવવા માટે ચેન્નઈ હૈદરાબાદ અને દિલ્લીમાં પણ આ (Yoga program in Porbandar) પ્રકારનું આયોજન કરાયું છે.

કેન્દ્રીય પ્રધાન પુરસોત્તમ રૂપાલા

ABOUT THE AUTHOR

...view details