ચકલી એક સમયે આપણા ઘરમાં આપણી આસપાસ ચી..ચી..કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી. પરંતુ હવે આ ચકલીના પ્રજાતી લુપ્ત થાવાના આરે આવી પહોંચી છે. ત્યારેબુધવારે20 માર્ચના રોજ 'વિશ્વચકલી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
વડોદરા શહેરના કેનાઈન ગૃપ દ્વારા છેલ્લા 8 વર્ષથી ચકલીઓને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યાંછે. ત્યારેઆજના દિવસે લોકોને મફતમાં ચકલી ઘર વિતરણ કરી રહ્યાં છે. દિવસેદિવસે ચકલીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ત્યારે, વડોદરા વાસીઓએ ચકલી બચાવો અભિયાનમાં જોડાવુ જોઈએ.
વડોદરા શહેરના કેનાઈન ગૃપ એસોશિએસન તથાવાઈલ્ડ લાઈફ સર્કલ તેમજ ફૉરેસ્ટ ડિપાર્ટનમેન્ટના સહયોગથી શહેરના કમાટીબાગ ખાતે 'પક્ષી બચાવો અભિયાન' અંતર્ગત ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. ચકલીઓને સુરક્ષા મળે એ હેતુથી સંસ્થાએ માટીના ચકલી ઘરો બનાવ્યા છે.
આ રૂપકડા ચકલી ઘરોમાં ચકલીઓ માળો બાંધે છે. ઈંડા મુકે છે અને બચ્ચા ઉછેર કરી શકે છે. વરસાદ તડકા છાંયડામાં આ ચકલી ઘરને નુકશાન થતુ નથી. બિલાડી કે અન્ય પક્ષીઓવા બચ્ચાને નુકશાન પહોંચાડી શકતા નથી. વિશ્વચકલી દિવસ દરમિયાનઆ કેનાઈન સંસ્થા દ્વારા અંદાજે 15,000જેટલા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.તો સાથે સાથેચકલી બચાવવા માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.