વિશ્વ એઈડ્સ દિવસના ભાગરૂપે ગોધરા શહેરની મધ્યમાં આવેલા ST બસ સ્ટેશન ખાતે HIV એઈડ્સના રોગની જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા ડેપો મેનેજર કે. એ. પરમાર, ચિરાગ પટેલ અને સભ્યો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ પ્રદર્શન ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.
ગોધરા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ - ગોધરા
પંચમહાલઃ 1 ડિસેમ્બરનો દિવસ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવામાં આવે છે. ત્યારે ગોધરા ખાતે HIV એઇડ્સ સહાયતા કેન્દ્ર અને પંચમહાલ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
![ગોધરા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ World AIDS Day was celebrated in Godhra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5234248-thumbnail-3x2-aids.jpg)
World AIDS Day was celebrated in Godhra
કેન્દ્રના કાર્યકરો દ્વારા મુસાફરોમાં જાગૃતિ ફેલાવવા પોસ્ટર પેમ્પલેટ આપવામાં આવ્યા હતા. એઈડ્સના પ્રતિક ચિહ્નનને ફૂલોથી સજવામાં આવ્યો હતો. જિલ્લા સેવા કાનૂની સત્તા મંડળના મહિલા કાર્યકરોએ પણ આ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ST વિભાગ દ્રારા એઇડ્સની જાગૃતિ માટે કામગીરી બિરદાવી હતી.
વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી