ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના ખીરસરા ગામે સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર વિશ્વમાં 1લી ઓક્ટોબરના દિવસે વિશ્વ વૃદ્ધ દીનની ઉજવણી કરવામાં આવે છે. પોરબંદર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ખીરસરા ગામે વૃદ્ધાશ્રમમાં વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

PORBANDER
PORBANDER

By

Published : Oct 1, 2020, 11:04 PM IST

પોરબંદરઃ સમગ્ર વિશ્વમાં 1લી ઓક્ટોબરના દિવસે વિશ્વ વૃદ્ધ દીનની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ખાતે આવેલા જલારામ ધામ વડીલોનો વિસામો વૃદ્ધાશ્રમમાં વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમાજ સુરક્ષા કચેરી પોરબંદર દ્વારા આ તકે વૃદ્ધો ને પડતી મુશ્કેલીઓ તેમજ સરકાર તરફથી મળતા લાભો, વૃદ્ધોને લગતા કાયદાઓ અંગે માર્ગદર્શન, વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે સરકાર તરફથી મળતી સવલતોથી માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

હાલ આ વૃદ્ધશ્રમમાં 24 જેટલા વૃદ્ધ વ્યક્તિઓ આશ્રય લઈ રહ્યા છે. તેમની આરોગ્ય વિષયક સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતા લાભો સવલતો સ્થળ પર જ મંજૂર કરવામાં આવ્યા હતા. ગામના સરપંચ તેમજ સેવાભાવી આગેવાનોના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં પોતાના ઘર જેવું જ વાતાવરણનું નિર્માણ કરેલુ છે. આ તમામ સુવિધાઓ વૃદ્ધોને વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. 65 વર્ષ કરતાં વધુ વય ધરાવતા વૃદ્ધોને નિઃશુલ્ક દરે પ્રવેશ આપવામાં આવે છે. આ આયોજનમાં મયુરભાઈ મોરી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, કાયદા અધિકારી નનેરાજી બાળ સુરક્ષા કચેરી મહેશ પરમાર અને ભરત નંદાણીયા ,ખીરસરા ગામના સરપંચ, સામાજિક આગેવાન ગોધાણીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details