- રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ વેગ અપાશે
- દરિયાકાંઠાની સુરક્ષા માટે સાગર ખેડુ 'આંખ અને કાન'
- માછીમારો બહાર જાય ત્યારે શું કરવું અને શું ના કરવું તે વિશે સંવાદ
પોરબંદરઃ ગુજરાતના સંવેદનશીલ ભૌગોલિક સ્થાન અને માછીમારો દ્વારા અવારનવાર અજાણતાં IMBL ઓળંગવામાં આવતી હોવાની બાબતને ધ્યાનમાં રાખતાં, માછીમારો જ્યારે માછલીઓ પકડવા માટે બહાર જાય ત્યારે તેમણે શું કરવું અને શું ન કરવું તે વિશે સમજણ આપવાની ઘણી જરૂરિયાત લાગતી હતી. તમામ હિતધારકો વચ્ચે તાલમેલ બેસાડવા માટે અને સુરક્ષા એજન્સીઓ સાથે માછીમારો સંવાદ કરી શકે તે માટે તેમને એક પ્લેટફોર્મ આપવા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ વેગ આપવા માટે 09 માર્ચ 2021ના રોજ INS સરદાર પટેલ પોરબંદર ખાતે ભારતીય નૌસેના દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા વર્કશોપ (CSW)નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દરિયાકાંઠાની સુરક્ષા સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો એટલે કે, ભારતીય નૌસેના, તટરક્ષક દળ, સમુદ્રી પોલીસ અને કસ્ટમ્સ અને પ્રાથમિકરૂપે લક્ષિત પ્રેક્ષકો એવા સ્થાનિક માછીમારો ભાગ લેશે.