જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાના જણાવ્યા અનુસાર 'સખી' મહિલા મતદાન મથક ખાતે મતદાન સહિતની તમામ જવાબદારી મહિલા કર્મચારીઓ સંભાળશે.
ચૂંટણીતંત્ર દ્વારા પોરબંદરમાં તૈયાર કરાશે મહિલા મતદાન મથકો - પોરબંદર
પોરબંદર: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાં આવતાં 84-કુતિયાણા અને 83-પોરબંદર વિધાનસભા વિસ્તારમાં 10 'સખી' મહિલા મતદાન મથક તૈયાર કરાશે. મહિલા સશક્તિકરણને વેગ આપવા ચૂંટણીપંચ નવી દિલ્હીની સૂચના મુજબ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મહિલા મતદાન મથકો તૈયાર કરવામાં આવશે.
આ સખી મતદાન મથકોમાં 83-પોરબંદરમાં 5 મહિલા મતદાન મથકમાં પોરબંદર-56 નવયુગ વિદ્યાલય ઇસ્ટ વિંગ, પોરબંદર-76 એમ.ડી.સાયન્સ કૉલેજ વેસ્ટ વિંગ, પોરબંદર-79 મ્યુનિસિપલ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ ઇસ્ટ વિંગ, છાયા-13 નરસંગ ટેકરી પ્રાથમિક શાળા નવુ મકાન, છાયા-23 સ્વામિનારાયણ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ નવુ મકાન નૉર્થ વિંગ 'સખી'મહિલા મતદાન મથક તરીકે નિયત કરવામાં આવ્યાછે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે. જી. ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે, 84-કુતિયાણામાં ધરમપુર-5 કે. એચ માધવાણી કોલેજ લેક્ચર રૂમ નં-6, 96-દિગ્વિજયગઢ પ્રાથમિક શાળા, 119-પીપળીયા વિવેકાનંદ વિદ્યામંદિર, 186-કુતિયાણા-1 પ્રાથમિક શાળા નંબર-2 મામલતદાર કચેરી પાસે, 194-કુતિયાણા-9 હાઇસ્કુલ સાઉથ વિંગ બસ સ્ટેન્ડ સામે એમ પાંચ 'સખી' મહિલા મતદાન મથક નિયત કરવામાં આવ્યા છે.