પોરબંદરઃ રાણાવાવ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં શ્રીસાંઇનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા મહિલા અને કાનૂની જાગૃતિ દિવસની ઉજવણીના ભાગ રૂપે રાણાવાવ ખાતે મહિલાલક્ષી સરકારી સહાય યોજનાઓ વિશે, મહિલા સશક્તિકરણ વિશે બહેનોને મહિલા શક્તિ કેન્દ્રના સંધ્યાબેન જોશી તેમજ સિદ્ધિબેન ધામેચા દ્વારા માહિતગાર કરાયા હતા.
રાણાવાવ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાઇ - porbandar covid-19 update
રાણાવાવ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી.
રાણાવાવ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાઇ
કાર્યક્રમમાં કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખી માસ્ક પહેરવાની સાથે સામાજિક અંતર રાખીને મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને માહિતી પુસ્તિકા તેમજ અન્ય ઉપયોગી થાય એવી ભેટ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાંઇનાથ ટ્રસ્ટના પ્રમુખ નિમિષાબેન જોષી તેમજ મીનલબેન બલભદ્રએ જહેમત ઉઠાવી હતી.