- પોરબંદરમાં બોગસ દસ્તાવેજ ઊભા કરી વૃદ્ધની 5થી 7 કરોડની જમીન પચાવી પાડી: ફરિયાદ નોંધાઈ
- મહિલાએ વૃદ્ધની પત્ની અંગેનું બોગસ સર્ટિ મેળવી વૃદ્ધના નામે સ્ટેમ્પ ખરીદી ખોટા દસ્તાવેજ બનાવ્યા
- સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા મહિલા અને શખ્સો સામે પોરબંદર પોલીસે ગુનો નોંધ્યો
પોરબંદરઃ ખાખચોક વિસ્તારમાં રહેતા બદરુદ્દીન ગુલામહુસેૈન આડતિયા નામના 75 વર્ષીય વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોતે અભણ છે અને લગ્ન કર્યા નથી. આ વૃદ્ધની વડીલોપાર્જિત ખેતીની જમીન ઉદ્યોગનગર પોલીસ મથક નજીક આવેલી છે. આ જમીન વર્ષ 2015થી પોતે એક માત્ર માલિક છે. 29 જૂન 2020ના રોજ આ વૃદ્ધે જિલ્લા સેવા સદનમાંથી 7/12 અને 8/અના દસ્તાવેજ મેળવતા વૃદ્ધ ચોંકી ઉઠ્યા હતા. તેમાં તેમની જમીન ખાંભોદરના ખીમા લખુ ગોઢાણિયાના નામે રજિસ્ટર્ડ થઈ હતી. આથી દસ્તાવેજની ખરી નકલ મેળવતા દસ્તાવેજમા વૃદ્ધના પત્ની તરીકે કોઈ રોશનબેન નામની મહિલા બતાવેલ હતી અને આ વૃદ્ધે તેની પત્નીને પાવર ઓફ એટર્ની આપી દીધો હોઈ તેવું દર્શાવ્યું હતું અને તેમાં વૃદ્ધની સહી હતી, પરંતુ વૃદ્ધ અભણ છે.