પોરબંદરઃ આ યુવતી હવે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. ગુજરાતી યુવતીઓ હાલમાં વિવિધ ક્ષેત્રોમાં દંગલ અને દબંગ ગર્લ્સ(Porbandar Powerpuff Girl) તરીકે હવે ગુજરાતની યુવતીઓ પણ ઓળખ મેળવી રહી છે. જો મન સ્થિર હોય તો કંઈ પણ શક્ય છે. તે વાક્યને પોરબંદરની આ યુવતીએ સાબિત કરી બતાવ્યું છે. પોરબંદરની આ યુવતીએ 100 મિટરના સતત 75 રાઉન્ડ મારી 69 મિનિટ અને 48 સેકન્ડમાં 75 સૂર્યનમસ્કાર(Surya Namaskar World Record) પૂર્ણ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
પોરબંદર ની યુવતી સોનલ કડછા એ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ આ પણ વાંચો:Mount Everest World Record: 26મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
આજે વિશ્વ યોગ દિવસ - આજે, ભારતીય યોગની પ્રથા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. ભારતમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ રીતે ગણવામાં આવે છે. સૂર્ય નમસ્કારએ છે જ્યાં મોટા ભાગના યોગ જોડાય(Yoga is part of Surya Namskar) છે. 100 મીટરના 75 રાઉન્ડ ફરી 69 મિનિટ અને 48 સેકન્ડમાં 75 સૂર્યનમસ્કાર કરીને પોરબંદરની ગોઢાણીયા કોલેજની(Godhania College Porbandar) સોનલ કડછાએ નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સોનલ છેલ્લા એક મહિનાથી આના પર કામ કરી રહી છે, દરરોજ બે કલાક પ્રેક્ટિસ કરે છે.
સોનલ કડછાએ નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સોનલ છેલ્લા એક મહિનાથી આના પર કામ કરી રહી છે, દરરોજ બે કલાક પ્રેક્ટિસ કરે છે. આ પણ વાંચો:રક્ષિતે રચ્યો ઈતિહાસ, લદ્દાખથી લઈ કન્યાકુમારી સુધી કર્યો પગપાળા પ્રવાસ
સોનલે વર્લ્ડ રેકોર્ડ સર્જીને અન્ય યુવતીને પ્રેરણા આપી -તેમના કોચ તથા માતાપિતાની પ્રેરણાથી આ રેકોર્ડ સર્જી શકી છે, તેમ જણાવ્યું હતું. સોનલ કડછાએ વર્લ્ડ રેકોર્ડ મેળવતા ગોઢાણીયા કોલેજના ટ્રસ્ટી(Trustee of Godhania College) વિરમ ગોઢાણીયા અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનના(World Record of India Genius Foundation) પ્રમુખ પાવન સોલંકીએ શુભેચ્છાઓ પાઠવી હતી. સોનલે વર્લ્ડ રેકોર્ડ સર્જીને અન્ય યુવતીને પ્રેરણા આપી હતી. સોનલે ભવિષ્યમાં ઓલમ્પિકમાં સ્થાન મેળવી દેશનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્તકરી હતી.