પોરબંદર : કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિશ્વ કિડની દિવસે જન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. 'હેલ્થ ઇઝ વેલ્થ' એ ઉક્તિ સ્વાસ્થ્ય માટે લખવામાં આવે છે. તંદુરસ્ત સમાજ એ તંદુરસ્ત રાષ્ટ્રની પૂર્વ શરત છે. સ્વચ્છતા આરોગ્ય એ વ્યક્તિના પોતાના માટે જ નહીં. પરંતુ તે તેના કુટુંબ, સમાજ અને દેશ માટે પણ ખૂબ જ અગત્યની બાબત છે. માટે જરૂરી છે પ્રિકોશન ઈઝ બેટર ધેન કયોર મોટા ભાગે ગંભીર રોગ માનવ શરીરમાં પ્રવેશી ચૂકી છે. ત્યાં સુધી આપણે તેના પ્રત્યે સજાગ હોતા નથી. જો યોગ્ય સમયે કોઈ પણ રોગ અંગે સજાગતા કેળવવા આવે તો રોગ નિવારી અથવા તો યોગ્ય સારવાર દ્વારા સ્વસ્થ થઇ શકાય છે. રોગ પ્રત્યે જનજાગૃતિ અર્થે સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ કેન્સર હાર્ટ અને કિડની સહિતના દિવસ ઉજવવામાં આવે છે. કિડનીના રોગ આ અંગે જનજાગૃતિ માટે વિશ્વમાં આ સૌથી વધુ દેશમાં 12 માર્ચ 2020 વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ કિડની દિવસનું સ્લોગન "સાવચેતી વહેલા નિદાન અને કાળજીથી સર્વત્ર સર્વ સામાન્ય તંદુરસ્ત કિડની" છે
આ બાબતે etv ભારત સાથેની મુલાકાતમાં કિડનીના નિષ્ણાંત ડોક્ટર સંજય પંડ્યા જણાવે છે કે, ભારત અને વિશ્વભરમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીના જુદા જુદા રોગો અને ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યક્તિને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે. વિશ્વભરમાં કિડનીના રોગ ની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડથી વધુ છે. 24 લાખ લોકો દર વર્ષે સી કેડી ને કારણે મૃત્યુ પામે છે. અને જીવલેણ રોગોના લિસ્ટમાં સીક્યુરીટી છઠ્ઠા ક્રમે આવતો ગંભીર રોગ છે.
ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ તે કીડની બગડવાના સૌથી મોટા કારણો છે. ક્રોનિક કિડની ડિસીઝ ન મળી શકે તેઓ ગંભીર રોગ છે. આ રોગના અંતિમ તબક્કાની સારવારના બે વિકલ્પો જીવનભર ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે. આ સારવાર ભારે ખર્ચાળ અને ઓછા સ્થળે ઉપલબ્ધ હોવા અને બધા દર્દીઓને ઉપલબ્ધ થતી નથી. યોગ્ય કાળજી દ્વારા કિડનીનો રોગ થતો અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે. અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકે છે. કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે વિશ્વભરના દરેક ભાગમાં રહેતા બધા જ લોકોને કિડની અને પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે.
- સી કેડી એટલે શું?
કિડની ફેલ્યર એટલે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવો, લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધારે હોય તે કિડની ફેલ્યર સૂચવે છે. ધીમે ધીમે લાંબેગાળે ન સુધરી શકે તે રીતે બંને કિડની બગડે તેને ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે, સી કે ડી કહે છે.
- સી કેડીની તકલીફ છે તેનો ખ્યાલ કઈ રીતે આવે?
કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો ન થાય ત્યાં સુધી રોગના કોઈ ચિન્હો જોવા મળતા નથી.
- ક્રોનિક કિડની ફેલ્યરના વહેલા નિદાન માટે ઘણા મહત્વના લક્ષણો અંગે જાણો
કિડની રોગોના ચેતવણીજનક ચિહ્નો નબળાઇ લાગવી થાક લાગવો, ખોરાકમાં અરુચિ ઊલટી ઉબકા થવા, મોં અને પગ પર સોજા આવવા નાની ઉંમરે લોહીનું ઊંચું દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો, લોહીમાં પિકાસો પેશાબ ઓછો આવવો, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું જો કોઈ વ્યક્તિને ઉપર મુજબના ચિન્હો હોય તો વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરવી જરૂરી છે.
- સી કે ડી નું જોખમ વધુ ક્યારે?