પોરબંદરઃ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પોરબંદર દ્વારા Covid-19ના સમયમાં ઓનલાઇન શિક્ષણ વિષય પર ગૂગલ મીટ પર વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં બાલુબા કન્યા વિદ્યાલય પોરબંદર અને સરકારી હાઇસ્કૂલ નાગકાના આચાર્ય અને શિક્ષકમિત્રો ઓનલાઇન ગૂગલ મીટ એપ્લિકેશન દ્વારા જોડાયા હતા.
પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વેબીનાર યોજાયો
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પોરબંદર દ્વારા Covid-19ના સમયમાં ઓનલાઇન શિક્ષણ વિષય પર ગૂગલ મીટ પર વેબિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં બાલુબા કન્યા વિદ્યાલય પોરબંદર અને સરકારી હાઇસ્કૂલ નાગકાના આચાર્ય અને શિક્ષકમિત્રો ઓનલાઇન ગૂગલ મીટ એપ્લિકેશન દ્વારા જોડાયા હતા.
પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વેબીનાર યોજાયો
આ વેબીનારમાં વિવિધ ઓનલાઇન માધ્યમનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે જોડાઈ શકાય અને શૈક્ષણિક કાર્ય કરી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કે.વી.મિયાણીના માર્ગદર્શન હેઠળ કચેરીના ઇ.આઈ. એસ.એચ.સોની દ્વારા નવા સત્રના પ્રથમ દિવસે જ આ વેબીનાર દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.