ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં રાષ્ટ્રીય જળ મિશન અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાયો વેબિનાર - ગુજરાત ન્યૂઝ

પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તે હેતુથી ગ્રામીણ વિસ્તારોમા યુવા સંગઠનો દ્રારા લોકોને જાગૃત કરવામાં આવશે. પોરબંદર 4 માર્ચના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય જળ મિશન અંતર્ગત નહેરુ યુવા સંગઠનના સહયોગથી “કેચ ધ રેન” જાગરૂકતા અભિયાન શરૂ કરાયુ છે.

Porbandar
Porbandar

By

Published : Mar 6, 2021, 7:59 PM IST

  • રાષ્ટ્રીય જળ મિશન અંતર્ગત પોરબંદર નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વેબિનાર યોજાયો
  • કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય જળ મિશન અંતર્ગત યોજાયો વેબિનાર
  • નહેરુ યુવા સંગઠનના સહયોગથી “કેચ ધ રેન” જાગરૂકતા અભિયાન શરૂ કરાયુ

પોરબંદર: પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તે હેતુથી ગ્રામીણ વિસ્તારોમા યુવા સંગઠનો દ્રારા લોકોને જાગૃત કરવામાં આવશે. પોરબંદર 4 માર્ચના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્રારા રાષ્ટ્રીય જળ મિશન અંતર્ગત નહેરુ યુવા સંગઠનના સહયોગથી “કેચ ધ રેન” જાગરૂકતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદના પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તે હેતુથી ગ્રામીણ વિસ્તારોમાં યુવા સંગઠનો દ્રારા લોકોને જાગૃત કરવાનો છે.

પોરબંદરમાં રાષ્ટ્રીય જળ મિશન અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાયો વેબિનાર

યુવા સંગઠનો દ્વારા ભીંત ચિત્રો બનાવે છે

પોરબંદર જિલ્લામા આ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ કેળવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પોસ્ટર ઉદ્ધાટન કરીને પોરંદર જિલ્લામા વરસાદના પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. વરસાદના પાણીના સંગ્રહ માટે યુવા સંગઠનો ભીંત ચિત્રો બનાવવાની સાથે પાણીનો બગાડ ન કરવા તથા પાણીના સંગ્રહ માટે લોકોને સમજાવે છે. આ ઉપરાંત લોક જાગૃતિ અર્થે ખાસ કરીને યુવા વર્ગમા જાગૃતતા લાવવા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પાણીના સંગ્રહ માટે વેબિનાર યોજવામા આવ્યો હતો. જેમા પોરબંદર સિચાઇ વિભાગના મદદનીશ એન્જીનિયર મીતાષા ઓડેદરા તથા સંતોક ખુટીએ વરસાદના પાણીના સંગ્રહ અંગે માર્ગદર્શન આપ્યું હતુ. વેબિનારનુ સંચાલન જિલ્લા યુવા સંયોજક મેઘા સનવાલે કર્યુ હતુ.

આ પણ વાંચો :માછીમારો માટે પોરબંદર ભારતીય નેવલ શીપ પર દરિયાકાંઠાની સુરક્ષા અંગે વર્કશોપ યોજાશે

ABOUT THE AUTHOR

...view details