ગુજરાત

gujarat

ETV Bharat / state

ભીમાદુલા પર ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયરની જામનગર જેલમાંથી અટકાયત કરાઈ - પોરબંદર ન્યુઝ

પોરબંદરના આદિત્યાણાના ભીમાદુલા ઓડેદરા પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયરની પોરબંદર SOGએ જામનગર જેવલમાંથી અટકાયત કરવામાં આવી છે. આરોપી જામજોધપુરનો રહેવાસી છે.

ભીમાદુલા પર ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયરની જામનગર જેલમાંથી અટકાયત કરાઈ
ભીમાદુલા પર ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયરની જામનગર જેલમાંથી અટકાયત કરાઈ

By

Published : Jan 7, 2021, 8:02 PM IST

Updated : Jan 7, 2021, 9:33 PM IST

  • ભીમાદુલા ઓડેદરા પર થયેલા ફાયરિંગ પ્રકરણ
  • હથિયાર સપ્લાયર કરનારની ધરપકડ
  • પોરબંદરે પોલીસે આરોપીની અટકાયત કરી

    પોરબંદરઃ જિલ્લાના આદિત્યાણાના ભીમાદુલા ઓડેદરા પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયરની પોરબંદર SOGએ જામનગર જેલમાંથી અટકાયત કરવામાં આવી છે. આરોપી જામજોધપુરનો રહેવાસી છે.
    ભીમાદુલા પર ફાયરિંગ પ્રકરણમાં આદિત્યાણા ગામે થોડા સમય પહેલા ઝડપાયેલ આરોપી ને હથિયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપી ની પોરબંદર એસઓજી એ જામનગર જેલમાંથી અટક કરી છે.

    જામનગર ખાસ જેલમાંથી હવાલો સંભાળી પોરબંદર પોલીસે અટક કરી

આદિત્યાણાના ભીમા દુલા ઓડેદરા પર ચાર વરસ પહેલા થયેલા ફાયરીંગ મામલે આરોપી સલીમ ઈસ્માઈલ ઉર્ફે ટીટી મુન્દ્રાને પોલીસે ચાર વરસ બાદ હથિયાર સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ તેઓને હથિયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી લેવા SOGને સુચના મળી હતી. જિલ્લા SOG દ્વારા આરોપી મનસુખ હરજી કારેણા( રે.જામજોધપુર)નો જામનગરની ખાસ જેલમાંથી હવાલો સંભાળી અટક કરી છે. આરોપી મનસુખ પર અગાઉ હથિયાર ધારા, લુંટ, મારામારી, દારૂના કેસો થયેલા છે. આ ઉપરાંત લગભગ 10 વર્ષ પહેલા સુરતમાં દોઢ લાખના હીરાની લુંટમાં પણ ઝડપાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Last Updated : Jan 7, 2021, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details