પોરબંદરઃ જિલ્લામાં લોકોની સલામતી જળવાઇ રહે તે માટે અને અસામાજીક તત્વો દ્વારા ગુનાહિત કૃત્યોમાં હથિયાર ચપ્પુ, લાઠી, દંડા, પાઇપ, સળિયા જેવા સાધનોનો ઉપયોગ ન થાય તે માટે હથિયાર બંધિનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લામાં 28 ઓક્ટોબર સુધી હથિયાર બંધી, પોલીસ અધિક્ષકની દરખાસ્ત
પોરબંદરમાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા તેમ જ લોકોની સલામતી જળવાઇ રહે તે માટે પોરબંદરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હથિયાર બંધિનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં 28 ઓક્ટોબર સુધી હથિયાર બંધી, પોલીસ અધિક્ષકની દરખાસ્ત
આ દરખાસ્ત સાથે પોરબંદરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ. એમ. તન્નાએ પર્વતમાન સ્થિતિ સંદર્ભે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતિ જાળવવા તા.30-9 થી તા.28-10 સુધી હથિયાર બંધી ફરમાવી છે.