ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar News: માધવપુર ઘેડ વિસ્તારમાં પાણી પાણી, ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં

ચોમાસાની ઋતુ શરૂ થતા ની સાથે જ ઘેડ વિસ્તારમાં પાણી ફરી વડે છે. પરંતુ પોરબંદર જિલ્લામાં આવેલ માધવપુર વિસ્તારનો ઘેડ વિસ્તાર જ્યાં પણ વરસાદ ઓછો હોય છતાં ઉપરવાસમાં વધુ વરસાદના કારણે તેનું પાણી ઘેડ વિસ્તારમાં અનેક ખેડૂતોના ખેતરો માં પાણી પાણી કરી દે છે. ત્યારે અનેક રજુઆત બાદ પણ આ સમસ્યા દર વર્ષે અકબંધ રહી છે.

માધવપુર ઘેડ વિસ્તારમાં પાણી પાણી ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં
માધવપુર ઘેડ વિસ્તારમાં પાણી પાણી ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં

By

Published : Jul 3, 2023, 9:38 AM IST

માધવપુર ઘેડ વિસ્તારમાં પાણી પાણી ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં

પોરબંદર:જિલ્લાના માધવપુર ઘેડ વિસ્તારમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઘેર પંથકમાં ભાદર ઓજત અને મધુવંતી નદીમાં પાણીની આવક થતા ભેળ વિસ્તારમાં ઘોડાપૂર જેવી ખેતી સર્જાય છે રસ્તાઓ બંધ થયા છે અને અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે ખેડૂતો પણ આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયા છે. ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે.

રસ્તો બંધ:પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ પાસે આવેલા પાતાળ ગામ થી શર્મા ગામે જતો રસ્તો પાણી પરિવર્તતા બંધ થયો છે. ત્યારે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને રસ્તા પર પાણી ફરી વળતા વાહન લઈ જવામાં પણ મુશ્કેલી પડી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતોના ખેતરોમાં સોયાબીન મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે.

પાતા ગામના ખેડૂતો એ ઇટીવી ભારત ને વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે દરવર્ષે ચોમાસા માં ઘેડ વિસ્તારમાં મધુવંતી નદી માં ઉપરવાસમાં વરસાદ ના કારણે પાણી આવે છે અને ઘેડ વિસ્તારમાં ફરીવડે છે ત્યારે દરિયામાં ભરતી હોય ત્યારે બે થી ત્રણ કિમિ દરિયાનું પાણી ઘુસી જાય છે.

પાણી નથી મળતું:ઉપરાંત ખેડૂતો એ જણાવ્યું હતું કે મીઠા પાણી ની જ્યારે જરુંર ન હોય ત્યારે પુષ્કળ પાણી હોય છે પરંતુ જ્યારે શિયાળામાં ખેતર માં મીઠા પાણીની જરૂર હોય ત્યારે પાણી મળતું નથી આથી દરિયા પાસે બારા બનાવવામાં આવે અથવા તો મીઠા પાણી નો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય . માધવપુર ઘેડ વિસ્તારમાં ચારે કોર પાણી પાણી થવા ના કારણે અનેક ખેડૂતો મુશ્કેલી માં મુકાય છે. ઘેડ વિસ્તારમાં પાણીના કારણે શામરડા,ઘોડાવદર, કડછ,બગસરા પાતા સહિત ના. ગામો ના મુખ્ય રસ્તા બંધ થઈ જાય છે.આ બાબતે પોરબંદર ના સાંસદ રમેશ ધડુકે વર્ષો પહેલા લોક સભા માં મુદ્દો મુક્યો હતો. પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું નથી.વહેલી તકે આ સમસ્યા નું નિવારણ આવે તેની આશા રાખી ને ખેડૂતો બેઠા છે.

  1. Weather Update: હવામાન વિભાગે કરી વરસાદને લઇને આગાહી, આ વિસ્તારમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
  2. Rajkot Rain: મોજ ડેમના દરવાજા ખોલાતા ગઢાળા ગામનો મુખ્ય રસ્તો બંધ, લોકોને મુશ્કેલી વધી

ABOUT THE AUTHOR

...view details