પોરબંદર: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં અડધો ઇંચ, કુતિયાણામાં દોઢ ઇંચ અને રાણાવાવમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની માહિતી મુજબ, ભાદર નદીના ડેમ પરથી 10 ગેટ 7 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેના કારણે કુતિયાણા પંથકમાં આવેલા ઘેડમાં પસવારી સેગરસ સહિતના 10 જેટલા ગામનો સંપર્ક તૂટ્યો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેથી વાહનચાલકોને ભારે મુશકેલી પડી રહી હતી.
ભાદર ડેમમાંથી પાણી છોડાયું, કુતિયાણાના ઘેડ પંથકમાં પાણી પાણી, 10 ગામ સંપર્ક વિહોણા - પોરબંદરના સમાચાર
સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં અડધો ઇંચ, કુતિયાણામાં દોઢ ઇંચ અને રાણાવાવમાં 1 ઈંચ વરસાદ પડયો હતો. જિલ્લાના બરડા પંથક તથા ઘેડ પંથકમાં ઉપરવાસમાં પડેલા પાણીના કારણે અનેક લોકોને મુશ્કેલી પડી હતી એને ગામમાં મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જિલ્લાના બગવદર ગામમાં પણ પાણી ભરાઇ જતા ખેડૂતોને ભારે હાલાકી પડી હતી.

કપડા વર્તુ-2 ડેમના 10 ગેટ 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા અને તેનું પાણી આસપાસના ગામમાં ફરી વળ્યું હતું. જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તો પોરબંદર જિલ્લાના ઘેડ અને બરડા પંથકના અનેક ગામડાઓમાં ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે ખેડૂતોના અનેક ખેતરમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદના કારણે પાણીએ તારાજી સર્જી છે અને પાક સંપૂર્ણપણે નુકસાન ગયો છે.
ખેડૂતોએ સરકાર સમક્ષ વળતરની માગ પણ કરી છે, તો તંત્ર દ્વારા ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે લોકોને નિચાણવાળા વિસ્તારમાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે.