- 3 જિલ્લાના ગામડાઓના ખેડૂતોને થશે લાભ
- ભાદર-2 ડેમ સિંચાઈ યોજનામાં ધારાસભ્યએ 4,20,000 રૂપિયા ભરી પાણી છોડાવ્યું
- ધારાસભ્યએ ખારા ડેમમાં રૂપિયા 1,05,100 ભર્યા
પોરબંદરઃ ચોમાસામાં વધુ વરસાદને કારણે પોરબંદર અને જૂનાગઢ સહિતના ડેમો સંપૂર્ણ ભરાયા છે, ત્યારે જૂનાગઢ , રાજકોટ અને પોરબંદર જિલ્લાના અનેક ગામડાના ખેડૂતોને પિયતના પાણીની જરૂર પડી છે. જેથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના રૂપિયા દ્વારા ભાદર-2 અને ખારા ડેમનું પાણી છોડાવાયું હતું. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.
કાંધલ જાડેજાએ ચૂંટણી સમયનો પોતાનો વાયદો નિભાવ્યો