ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં લોકડાઉન દરમિયાન ચોપાટી પર વોકિંગ કરનારા અને મંદિરોમાં દર્શનાર્થે આવેલા લોકો ઝડપાયા - મંદિરોમાં દર્શનાર્થે આવેલા લોકો ઝડપાયા

વિશ્વમાં કોરોના વાઇરસ (COVID-2019 )ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારીમાં એક જગ્યા પર ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતા પણ લોકડાઉન દરમિયાન ચોપાટી પર વોકિંગ કરનારા અને મંદિરોમાં દર્શનાર્થે આવેલા લોકોને પોલીસે ઝડપી પડ્યાં હતા.

પોરબંદરમાં લોકડાઉન દરમિયાન ચોપાટી પર વોકિંગ કરનારા અને મંદિરોમાં દર્શનાર્થે આવેલા લોકો ઝડપાયા
પોરબંદરમાં લોકડાઉન દરમિયાન ચોપાટી પર વોકિંગ કરનારા અને મંદિરોમાં દર્શનાર્થે આવેલા લોકો ઝડપાયા

By

Published : Apr 30, 2020, 11:23 AM IST

પોરબંદરઃ સરકાર દ્વારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે તારીખ 3-4-2020 સુઘી બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબંઘ મૂકી લોકડાઉન-2.0 જાહેર કરેલા જેથી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસ ( COVID-2019 )નો ફેલાવો થતો અટકાવવા માટે વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે.

જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવારસાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલસાહેબ‌‌ નાઓની સુચના અન્વયે પોરબંદર એલ.સી.બી. શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમિયાન લોકડાઉનનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલી છે.


આજરોજ પોરબંદર જિલ્લામાંથી કુલ 61 લોકોને લોકડાઉન ભંગ કરતા પકડી પાડ્યા છે. જેમાં પોરબંદર શહેરમાંથી પકડાયેલા ઇસમો પૈકી કુલ 11 ઇસમો કે, જે કોઇને કોઇ બહાના હેઠળ ઘરની બહાર નિકળી ચોપાટી પર વોકીંગ કરતા અને ચોપાટી આસપાસના મંદિરોમાં દર્શન કરતા પોરબંદર LCBની ઝપટે ચડી ગયા હતા. આ ઇસમો પૈકી સાત ઇસમોને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અને ચાર લોકોને કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલા અને તેઓની સામે જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ સબબ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે.

ગુન્હાની વિગતો

આઇ.પી.સી. કલમ- 269,188 જી.પી.એક્ટ 135 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51(બી) મુજબ તે એવી રીતે કે, આ કામના આરોપીઓ કોરોના વાઇરસના કારણે લોકડાઉનમાં જાહેરમાં બિનજરૂરી અવર જવર કરવા અંગે પ્રતિબંઘ હોવા છતાં કોરોના વાઇરસનું પોતાને તથા અન્ય વ્યકિતને સંક્રમણ થવાની સંભાવના હોવાનું જાણવા છતાં જાહેરમાં માસ્ક પહેર્યા વગર બીનજરૂરી અવર જવર કરી બેદરકારી ભર્યુ કૃત્ય કરી જાહેરનામાનોં ભંગ કરી પકડાઇ જઇ ગુનો નોધાશે.

ABOUT THE AUTHOR

...view details