ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં મતદાર જાગૃતિ અભિયાન, બ્રેઇલ લીપીમાં પણ મતદાન થઇ શકશે - Voter verified paper audit trail

પોરબંદરમાં ગુરુવારે લોકો EVM અને VVPATથી માહિતગાર કરવા અને યોગ્ય રીતે પોતાનો મત આપી શકે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર પોરબંદર દ્વારા સતત મતદાર જાગૃતિ અભિયાન કાર્યરત રાખવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સુદામાડેરીમાં કાર્યરત કર્મચારીઓ માટે મતદાર જાગૃતિ અભિયાન યોજાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ સહભાગી થયા હતા.

સ્પોટ ફોટો

By

Published : Mar 29, 2019, 8:46 AM IST

આ ઉપરાંત પોરબંદરનાં વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાએ જણાવ્યુ કે, દિવ્યાંગોને અગવડ ન થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સક્રિય છે.

VVPATથી કઇ રીતે મતદાન થાય તે અંગેનીમુકેશ પંડ્યાએ દિવ્યાંગોને માહિતી આપી હતી, તેમણે જણાવ્યુ હતુ કેબ્રેઇલ લીપીમાં મતદાન થઇ શકશે. આ કાર્યક્રમનાં પ્રારંભે ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળનાં ઉપપ્રમુખ સુરેશ ગાંધીએ સ્વાગત પ્રવચન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારી, સંસ્થાનાં ટ્રસ્ટી, તથા મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details