ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર કોરોન્ટાઇન સેન્ટરોમાં WHOની ગાઈડલાઈનનું ઉલ્લંઘન : રામદેવ મોઢવાડીયા

પોરબંદરમાં આવેલા સેન્ટરોમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવા આક્ષેપો કોંગ્રેસના નેતા રામદેવભાઇ મોઢવાડિયાએ કર્યો છે. સરકાર દ્વારા પ્રાઇવેટ હોટેલમાં સુવિધા જાહેર કરેલ છે, તેમાં નિયમ ચુસ્ત પાલન કરાય છે. પરંતુ સરકારી કોરોન્ટાઇન સેન્ટરોમાં WHOના નિયમોનું પાલન ન કરવામાં આવતું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જેમાં સુવિધા વધારવામાં આવે તેવી કોંગ્રેસ નેતા દ્વારા માગ કરાઈ છે.

પોરબંદર કોરોન્ટાઇન સેન્ટરોમાં WHOની ગાઈડલાઈનનું ઉલ્લંઘન : રામદેવ મોઢવાડીયા
પોરબંદર કોરોન્ટાઇન સેન્ટરોમાં WHOની ગાઈડલાઈનનું ઉલ્લંઘન : રામદેવ મોઢવાડીયા

By

Published : May 6, 2020, 12:58 PM IST

પોરબંદરઃ જિલ્લામાં સરકાર દ્વારા જાહેર કરેલા કોરોન્ટાઇન સેન્ટરોમાં ગોઢાણીયા કોલેજમાં અને સાંદિપનીની બાજુ આત્માની ખેતીવાડી તાલીમ કેન્દ્ર સરકારી ખર્ચે કરવામાં આવે છે અને વ્યક્તિ પોતાના ખર્ચે રૂમ ભાડું ચૂકવીને ચોપાટીની બાજુમાં આવેલા તોરણ બંગલામાં રહી શકે છે. તોરણ બંગલોમાં એક વ્યક્તિએ ભાડું ચૂકવીને એક જ રૂમમાં રહેવાની નિયમોની ફરજ પાડવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સાંદીપની બાજુમાં ખેતીવાડી તાલીમ કેન્દ્રમાં અને કોલેજમાં એક જ રૂમમાં બે, પાંચ કરતાં વધારે વ્યક્તિઓને રાખવામાં આવે છે અને આ બધાને સંયુક્ત રીતે એક જ બાથરૂમ અને શૌચાલયનો ઉપયોગ કરવામાં આવે છે અને મચ્છરોનો ત્રાસ પણ ખૂબ જ છે તેવી અનેક ફરિયાદો ઉઠી છે.

પોરબંદર કોરોન્ટાઇન સેન્ટરોમાં WHOની ગાઈડલાઈનનું ઉલ્લંઘન : રામદેવ મોઢવાડીયા

રામદેવ મોઢવાડિયાએ રાજ્ય સરકારને વિનંતી કરી કે, પોરબંદરમાં રેડ ઝોનમાંથી આવનાર વ્યક્તિને નિયમોનું પાલન કરાવો અને તેને જે જગ્યાએ રાખવામાં આવ્યો છે, તેને દરરોજ સેનિટાઇઝ કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details