પોરબંદર: જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી 4 દુકાનોને પાલીકા દ્વારા 7 દિવસ માટે સીલ કરવામાં આવી હતી. હાલ કોરોના વાઇરસની મહામારીને રોકવા સરકાર તરફથી જરૂરી માર્ગદર્શિકા મુજબ અમલવારી કરવાના હુકમ જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને જાહેરમાં સંક્રમણ ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પોરબંદરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, પાલિકા દ્વારા 4 દુકાનો સીલ કરવામાં આવી - Pankaj Lachchi Pan
પોરબંદર જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા સરકાર તરફથી જરૂરી માર્ગદર્શિકા મુજબ અમલવારી કરવાના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. જેથી તેનો ભંગ કરતા પાલિકા દ્વારા 4 દુકાનોને 7 દિવસ માટે સીલ કરવામાં આવી હતી.
આ દરમિયાન 6 ઓગસ્ટના રોજ નાયબ પોલીસ અધિક્ષકના પત્ર અન્વયે જુદા-જુદા ધંધાર્થીઓની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી તેઓના ધંધાના લાયસન્સ સસ્પેન્ડ કરવા દરખાસ્ત આવતા પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના વહીવટદાર તથા ચીફ ઓફિસરના આદેશ અનુસાર પોરબંદરમાં આવેલી 4 દુકાનો 7 દિવસ માટે સીલ કરવામાં આવી છે.
જેમાં ST બસ સ્ટેન્ડ પાસે આવેલી રત્નદીપ પાન, સત્યનારાયણ મંદિર પાસે આવેલી પંકજ લચ્છી પાન અને ખવાસ જ્ઞાતિ વાડી પાસે આવેલા અમન પાન તથા કમલા નેહરુ પાર્ક પાસે આવેલી ચામુંડા ટી પોરબંદર છાયા તેમજ પાલિકાના આદેશ અનુસાર સીલ કરવામાં આવી છે.