- વિહાનનો અર્થ થાય છે ઉગતા સુરજનું પ્રથમ કિરણ
- ગુજરાત રાજ્યના બધા જિલ્લાઓમાં સંસ્થાઓ સાથે મળી અને દરેક જિલ્લામાં વિહાન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે
HIV પોઝિટિવ દર્દી સાથેનું વર્તન બદલી તેને સમાજમાં સારું સ્થાન અપાવતી વિહાન સંસ્થા - પોરબંદરમાં વિહાન સંસ્થા
આજે વિશ્વભરમાં એક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અનેક એનજીઓ અને સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે. આ રોગ ચેપી ન હોવા છતાં આવા દર્દીઓને અજીત સમજવામાં આવે છે અને સમાજના ઘણા એચઆઇવી પોઝિટિવ લોકો છે, જેઓ તેમના પરિવારજનો દ્વારા તિરસ્કૃત કરવામાં આવે છે.
પોરબંદરઃ આજે વિશ્વભરમાં એક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અનેક એનજીઓ અને સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે. આ રોગ ચેપી ન હોવા છતાં આવા દર્દીઓને અજીત સમજવામાં આવે છે અને સમાજના ઘણા એચઆઇવી પોઝિટિવ લોકો છે, જેઓ તેમના પરિવારજનો દ્વારા તિરસ્કૃત કરવામાં આવે છે. પોરબંદરમાં પણ અનેક પોઝિટિવ લોકો છે, જેમની સાથે ભયાનક ગુનો કર્યા જેવું વર્તન થતું હોય છે, પરંતુ વિહાન પ્રોજેક્ટ દ્વારા આ બાબતે યોગ્ય કાઉન્સેલીંગ કરી દર્દીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આજે ઘણા એચઆઇવી પોઝિટિવ દર્દીઓ આ રોગને અટકાવવામાં મદદ કરી રહ્યા છે.
વિહાનનો અર્થ થાય છે ઉગતા સુરજનું પ્રથમ કિરણ
પોરબંદર જિલ્લામાં હાલ અંદાજે સાત લાખની વસ્તીમાં 250v પોઝિટિવ દર્દીઓ છે, જેમાં 880 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, ત્યારે પોરબંદરમાં શરૂ કરાયેલા વિહાન પ્રોજેક્ટ દ્વારા એચઆઈવી ગ્રસ્ત લોકોની સારવાર તેમજ એચ આઇ વી અટકાવવામાં ઘણી સફળતા મળી છે. વિહાનનો અર્થ થાય છે ઉગતા સુરજનું પ્રથમ કિરણ. સુરતની ગુજરાત સ્ટેટ નેટવર્ક સેકસી ત્રીપલ લિવિંગ વિથ 2020 સંસ્થા દ્વારા દરેક જિલ્લામાં કેર સેન્ટર શરૂ કરવામાં આવી છે અને પીપલ લિવીંગ વિથ એચઆઇવીની વિવિધ રીતે મદદ કરે છે જેનું એક સેન્ટર પોરબંદરમાં પણ કાર્યરત છે.
જાણો વિહાન કામગીરી વિશેની માહિતી
પોરબંદર વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટરની સ્થાપના 18/02/2011 ના રોજ કરવામાં આવી હતી. જે હાલ GSNP+ (ગુજરાત સ્ટેટ નેટવર્ક પીપલ લીવીંગ વિથ HIV/AIDS-સુરત) જે પોઝિટિવ લોકોનું સંગઠન છે, તેના અંતર્ગત ચલાવવામાં આવે છે. જે સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યના બધા જિલ્લાઓમાં સંસ્થાઓ સાથે મળી અને દરેક જિલ્લામાં વિહાન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
- HIV લાભાર્થીનું વિહાન પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન કરી કાઉન્સેલિંગ તથા ઘરે વિઝીટ કરી ART દવાનું તેમના જીવનમાં શું મહત્વ છે તથા દવાના ફાયદા/ગેરફાયદાઓ અને દવા મિસ ના કરે તે ધ્યાન રાખવું.
- જે લાભાર્થી રેગ્યુલર ART દવા લેતાં ના હોય તેની ઘરે વિઝીટ કરી કાઉન્સેલિંગ દ્વારા સમજાવી અને ART સેન્ટર પર પાછા લાવવા.
- ART સેન્ટર પર મેડીકલ ઓફિસર સાથે દર મહીને મંથલી મિટીંગ કરી અને જરૂરી કામને લગતા ગેપ દુર કરવા.
- વિહાનની ઓફીસ પર HIV ગ્રસ્ત વ્યક્તિના ફેમેલી મેમ્બર/સ્પાઉસ નું HIV પરીક્ષણ કરવું.
- જાહેર ક્ષેત્રના મહત્વના વિભાગો (સામુદાયિક સંગઠનો,ધાર્મિક સંસ્થાઓ ઓધ્યોગિક એકમો) તથા ખાનગી ક્ષેત્રોમાં એચઆઇવી/એઇડ્સના મુદ્દાને સામેલ કરવા.
- HIV પોઝીટીવ વ્યક્તિને લગતા કલંક અને ભેદભાવને શૂન્ય સ્તરે લાવવું.
- જિલ્લા સ્તરના પોઝીટીવ લોકોના સંગઠનને મજબૂત કરવું.
- મહિલાઓ તથા યુવાનોને સંવેદનશીલ બનાવી HIV ના ફેલાવાને અટકાવે તેવા પ્રયત્નો કરવા. સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડાણ કરવું. જેમ કે તબીબી સહાય, જતન ભાડું, અંત્યોદય અન્ન યોજના કાર્ડ,
- પાલક માતા-પિતા યોજના, બાળકોને DCPU અંતર્ગત સ્કોલરશીપનો લાભ, માનવ ગરિમા યોજના, વિધવા પેન્શન યોજનાનો તથા બીજી વિવિધ યોજનાઓનો લાભ અપાવવો.
- હાઈસ્કુલ-કોલેજના યુવાનોને HIV વિશે માહિતગાર કરી તેને જાગૃત કરવા.
- દાતાઓ સાથે સંકલન કરી અને વિવિધ તહેવારો નિમિતે જરૂરિયાતમંદ બાળકો તથા વિધવા બહેનોને લાભાર્થીઓને રાશન કીટ તથા એજ્યુકેશન કીટનું વિતરણ કરવું.
- જતન પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર જિલ્લાના તમામ લાભાર્થીને ART દવા લેવા માટે આવવા-જવા માટેનું ભાડું આપવામાં આવે છે.