પોરબંદરઃ બરડા વન્ય પ્રાણી અભ્યારણ્યમાં રાખવામાં આવેલા પ્રાણીઓમાં કોરોનાથી રક્ષણ મળે તે હેતુથી સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. હાલમાં બરડા અભિયારણ્યમાં 4 સિંહ, 90 ચિતલ તથા 30 સાબર રાખવામાં આવ્યા છે. પાંજરાઓને નિયમિત સેનીટાઇઝ કરવામાં આવે છે.
બરડા વન્ય પ્રાણી અભ્યારણ્યઃ પ્રાણીઓમાં કોરોનાથી રક્ષણ માટે વનવિભાગ દ્વારા લેવાઈ રહી છે તકેદારી
દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે આ વાઇરસ પ્રાણીઓમાં પણ ફેલાઇ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. તેવામાં બરડા વન્ય પ્રાણી અભ્યારણ્યમાં રાખવામાં આવેલા પ્રાણીઓમાં કોરોનાથી રક્ષણ માટે વન વિભાગ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.
Porbandar News
પ્રાણીઓની દેખભાળ કરતા કર્મચારીઓ દ્વારા સંક્રમણ ન થાય તે માટે હેન્ડગ્લોઝ, માસ્ક તથા સેનીટાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રાણીઓને આપવામાં આવતા ખોરાકની જાળવણીમાં તકેદારી રખાઈ છે. સરકાર દ્વારા અભ્યારણ્યમાં પ્રવેશબંધી અંગેના હુકમ કરી દેવામાં આવ્યા છે. ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તરફથી COVID-19 પ્રસરતો અટકાવવા સૂચનાઓ આપવામાં આવી છે. જે મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોરબંદર પક્ષી અભયારણ્યમાં પણ જરૂરી સાવચેતી વનવિભાગ દ્વારા લેવામાં આવી રહી છે.