- પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલની ઘટના
- વેન્ટિલેટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાલાકી
- તમામ વેન્ટિલેટર તાત્કાલિક ઠીક કરાવવામાં આવ્યા
પોરબંદર: પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં મંગળવારે એકાએક ટેક્નિકલ ખામી સર્જાતા વેન્ટિલેટર બંધ થઈ ગયા હતા. જોકે, તંત્ર દ્વારા તાત્કાલિક એન્જિનિયરોને બોલાવીને તમામ વેન્ટિલેટર રિપેર કરાવતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં ટેક્નિકલ ક્ષતિથી વેન્ટિલેટરો બંધ, તાત્કાલિક ઈજનેર બોલાવીને રિપેર કરાવાયા 200 બેડની હોસ્પિટલમાં 204 દર્દીઓ સારવાર હેઠળ
ભાવસિંહજી હોસ્પિટલના વ્યવસ્થાપન અધિકારી ડો. ધર્મેશ પારેખના જણાવ્યા અનુસાર, કોવિડ હોસ્પિટલમાં કુલ 150 બેડ હતા. જે વધારીને 200 કરવામાં આવ્યા હતા. જે પણ ફૂલ થઈ ગયા છે. હોસ્પિટલમાં હાલ કુલ 204 દર્દીઓ સારવાર હેઠળ છે. 4 દર્દીઓ ફ્લોર બેડ પર છે. આ ઉપરાંત ઓક્સિજનના સિલિન્ડર પર લગાવવામાં આવતા હ્યુમીડીફાયરની ઘટ સર્જાઇ છે. હાલ 170 હ્યુમીડીફાયર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે 300 જેટલા હ્યુમીડીફાયરની હજુ પણ જરૂર હોવાનું જાણવા મળ્યું છે.
રાણાવાવના દર્દીના સગાએ આપ્યો અભિપ્રાય
પોરબંદર નજીકના રાણાવાવ ગામના મિલન સોનીએ જણાવ્યું હતું કે, તેમના માસીને કોરોના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી યોગ્ય રીતે સારવાર આપવામાં આવી રહી છે અને તે માટે હોસ્પિટલના સ્ટાફને ધન્યવાદ કરતા જણાવ્યું હતું કે, તેઓના દર્દીને યોગ્ય સમયે સારી સારવાર મળતા સ્વસ્થ થઈ રહ્યા છે.