ફાસ્ટેગને લઈને વાહન ચાલકોને શું છે સમસ્યા? તેનો ખાસ ઉપાય જુઓ આ અહેવાલમાં - pbr
ટોલનાકા પર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફાસ્ટેગ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ 15 ડિસેમ્બર ૨૦૧૯થી શરૂ કરવામાં આવી છે, પરંતુ ફાસ્ટમાં આવતા નિયમો અને મિનિમમ બેલેન્સ કેટલી રાખવી તેને લઈને લોકો ઘણીવાર મુશ્કેલીમાં મુકાઇ છે અને ફાસ્ટ લગાવેલ હોવા છતાં વાહનચાલકોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે.
પોરબંદર : ટોલનાકા પર ટ્રાફીક જામની સમસ્યા નિવારવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફાસ્ટેગ ડિજિટલ પેમેન્ટસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેને લઇને જનતાને અનેક સમસ્યાઓ ઉદભવે છે. આ સમગ્ર બાબતે વાહનચાલક રાજ કેશવાલાએ જણાવ્યું હતું કે ઘણીવાર ફાસ્ટનું કાર્ડ read પણ નથી થતું અને ઝીરો બેલેન્સ થાય તો ડાયરેક્ટ પેમેન્ટ પણ અપલોડ થવામાં સમય લાગે છે જેના કારણે સમયનો વ્યય થાય છે. આ બાબતે ટોલ પ્લાઝાના મેનેજર પ્રદીપ માલિકે જણાવ્યું હતું કે અલગ-અલગ બેંક દ્વારા અલગ-અલગ મિનિમમ બેલેન્સ રાખવાના નિયમો હોય છે, પરંતુ વિહિકલ મુજબનું મિનિમમ પેમેન્ટ રાખવામાં આવે તો આ સમસ્યા નિવારી શકાય છે. ફાસ્ટ બાબતે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી રહી છે.