પોરબંદર: પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી ભક્તો પુણ્ય કરવામાં લાગી ગયા છે. આ અંતર્ગત પોરબંદરમાં આવેલા સાંદિપની શ્રી હરી મંદિર ખાતે ભક્તો દ્વારા શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રાવણ માસમાં સાંદીપની શ્રી હરિ મંદિર ખાતે શિવલિંગને શાકભાજીનો શણગાર - શ્રી હરી મંદિર
પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો મહાદેવની પૂજા-અર્ચના કરી મનોકામના પૂર્ણ કરવા ઉપવાસ કરતા હોય છે. પૂજા અર્ચનાના ભાગરૂપે ભગવાનના શિવલિંગનો શણગાર કરવામાં આવે છે. આ અંતર્ગત પોરબંદરના સાંદિપની શ્રી હરિ મંદિર ખાતે શિવલિંગને શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. શાકભાજીના શણગાર કરેલા શિવલિંગના દર્શનનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

શ્રાવણ માસમાં સાંદીપની શ્રીહરિ મંદિર ખાતે શિવલિંગને શાકભાજીનો શણગાર
શાકભાજીના શણગારમાં ભગવાનની શિવલિંગ અદભુત અને અતુલ્ય લાગી રહી હતી. જેના દર્શનનો લાભ ભક્તોએ ફરજિયાત માસ અને સોશિયલ ડિસટન્સ સાથે લીધો હતો.