આ પ્રસંગે મહિલાઓએ વડના વૃક્ષને દોર બાંધીને પ્રદક્ષિણા સહિત વૃક્ષ પર જળ અર્પણ કરીને પૂજન કર્યુ હતું. તેમજ હલ્દી તિલક, સિંદૂર, ચંદનનો લેપ લગાવીને તેમજ વૃક્ષ પર ફળ, ફૂલ અર્પણ કરીને વ્રતની ઉજવણી કરી હતી.
માન્યતા મુજબ જેઠ માસની પૂનમે ઉજવાતા આ વટ સાવિત્રી વ્રતથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. આ વ્રત નિમિતે સ્ત્રીઓ ઉપવાસ પણ કરે છે.
પોરબંદરમાં વડ સાવિત્રી વ્રતની કરાઇ ઉજવણી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કુટુંબની સુખશાંતિ આરોગ્ય સમૃદ્ધિ માટે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.
જેઠ સુદ તેરસના દિવસે વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે અને પૂનમના દિવસે આ વ્રત પૂરું થાય છે. ત્રણ દિવસ ઉપવાસ કરવામાં આવે છે અથવા બે દિવસ ફળાહાર અને એક દિવસ નકોરડો ઉપવાસ કરવામાં આવે છે.
સ્ત્રીઓ આ વ્રત પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે, સ્વાસ્થ્ય માટે અને પોતાના જન્મોજન્મ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય તે માટે કરે છે.
પોરબંદરમાં વડ સાવિત્રી વ્રતની કરાઇ ઉજવણી