ગુજરાત

gujarat

By

Published : Jul 2, 2021, 8:11 PM IST

ETV Bharat / state

વેકસિનેશન (Vaccination ) ની જાહેરાતો બાદ પોરબંદર જિલ્લામાં સેન્ટરો ઘટાડવામાં આવતા કોંગ્રેસે કર્યો આરોગ્ય કચેરીનો ઘેરાવ

કોરોનાના સમયમાં વેક્સિન (Vaccine)નો મહત્વ વધી ગયો છે અને લોકો વેક્સિન લેવા જાગૃત થયા છે. ત્યારે વેક્સિનેશનની જાહેરાતો બાદ પોરબંદર જિલ્લામાં એકા એક સેન્ટરો ઘટાડવામાં આવતા કોંગ્રેસે આરોગ્ય કચેરીનો ઘેરાવ કર્યો હતો.

વેક્સિનને લઇ કોંગ્રેસનો વિરોધ
વેક્સિનને લઇ કોંગ્રેસનો વિરોધ

  • લોકોને રસી લેવી છે પરંતુ આપવામાં આવતી નથી
  • આરોગ્ય અધિકારીએ પણ સ્વીકાર્યું દરરોજ 1500 ડોઝ જ અપાય છે
  • 10 ,000 વેકસીનેશન રસીની માંગ સામે આવક ઓછી

પોરબંદર :તાજેતરમાં સરકાર દ્વારા કોરોનાથી મુક્તિ માટે કોરોના વિરુદ્ધ વેક્સિનેશન કેમ્પ (Vaccination Camp)ના આયોજન કરવા માટેના જાહેરાતો અને મોટા મોટા હોર્ડિંગ લગાવવામાં આવે છે, પરંતુ વેક્સિનેશન કેમ્પના સ્થળે મોટી સંખ્યામાં લોકો આવી પણ રહ્યા છે. વેક્સિનનો જથ્થો અપૂરતો મળતા લોકો લાચાર થઈને પાછા ફરે છે. આ બાબતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયત કચેરીમાં આરોગ્ય અધિકારીનો ઘેરાવ કર્યો હતો અને વધુ ને વધુ માત્રામાં વેક્સિન મંગાવવામાં આવે તેવી માંગ કરી હતી.

ગામડામાં પણ અનેક લોકોને થાય છે ધરમના ધક્કા

પોરબંદર જિલ્લાની આસપાસ રહેતા ગામડાના લોકો વેક્સિન લેવા માટે જાય ત્યારે વેક્સિનનો જથ્થો અપૂરતો હોય અથવા તો ખાલી થઈ ગયો હોય છે અને અન્ય ગામડામાં જવા કહેવામાં આવે છે. આમ ગામડાના લોકોને પણ ભારે મુશ્કેલી સહન કરવી પડે છે.

આ પણ વાંચો :આમ આદમી પાર્ટી( AAP )ની જનસંવદેના યાત્રા પર હિંસક હૂમલા પછી રાજકારણ ગરમાયું


લોકો પોતાના સગાને વેક્સિન અપાવી દે છે : કોંગ્રેસ

પોરબંદર જિલ્લામાં અનેક જગ્યાએ વેક્સિનેશન સેન્ટર છે પરતું ત્યાં ભાજપના લોકો પોતાના માનીતા ઓળખીતા લોકોને વેકસિન અપાવી દેતા હોય છે. ભાજપના લોકોએ વેકસિન આપાવી હોય તેવો જસ ખાટતા હોય તેઓ આક્ષેપ પોરબંદર જિલ્લા કોંગ્રેસના રામદેવ મોઢવાડીયાએ કર્યો હતો.લોકોને મદદ રૂપ બનવા કોંગ્રેસને પણ વેકસિન આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો :અમદાવાદના શાહપુરમાં બને છે ભગવાન જગન્નાથના મનમોહક વાઘા

ABOUT THE AUTHOR

...view details