- પોરબંદર જિલ્લામાં 1 એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુ વયનાં તમામ નાગરિકો માટે કોરોના વેક્સિનેશન શરૂ
- જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંકલન હેઠળ જુદી-જુદી 93 જગ્યાએ રસીકરણઅભિયાન શરૂ
- જિલ્લા કલેક્ટર ડી. એન. મોદીએ પણ લોકોને રસી મૂકાવવા માટે અપીલ કરી
પોરબંદર: કોરોના વેક્સિનેશન માટે જિલ્લામાં કાર્યરત તમામ વેક્સિનેશન કેન્દ્રો ખાતે 1 એપ્રિલથી 45 વર્ષ કે તેનાથી વધુ વયના તમામ લાભાર્થીઓને કોવિડ-19ની પ્રતિરોધક રસી મૂકવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ અગાઉ ગંભીર બિમારી ધરાવતા 45થી 59 વર્ષના અને 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને જ રસી લગાવવામાં આવતી હતી.
આ પણ વાંચો:વલસાડમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે 387 કેન્દ્ર પર કોરોના રસીકરણ શરૂ