- ગાંધી જન્મ ભૂમિમાં લોકો કેવી રીતે કરે છે પિરામિડનો ઉપયોગ
- હજારો વર્ષો સુધી પૃથ્વી પર સૌથી મોટા ચણતર તરીકેનું માન પિરામિડને મળ્યું
- વસ્તુ શાસ્ત્રમાં પણ કરી શકાય છે પિરામિડનો ઉપયોગ
પોરબંદર: પિરામિડ એક એવા ભૌમિતિક આકારનું નામ છે. જેની એવી ઈમારત છે જેની બહારની સપાટી ત્રિકોણાકાર હોય છે અને તેની ટોચ એક સામામ્ય બિંદુ પર મળે છે, આવા ભૌમિતિક આકારના સ્થાપત્યોને પણ પિરામિડ તરિકે ઓળખવામાં આવે છે. પિરામિડનો આધાર મોટે ભાગે ત્રિકોણાકાર અથવા ચતુર્ભુજાકાર હોય છે. આમ પિરામિડને સામાન્ય રીતે ચાર કે પાંચ ફલક હોય છે. પિરામિડની રચના એવી હોય છે કે, જેમાં મોટાભાગનું વજન જમીનથી નજીક રહે છે, જેથી ઊંચાઈ વધતાં ઓછું અને ઓછું વજન નીચે તરફ દબાણ કરે છે આને લીધે પ્રાચીન કાળની સભ્યતાના લોકોને સ્થિર મજબૂત ઇમારત રચવાનું સરળ બન્યું છે. હજારો વર્ષો સુધી પૃથ્વી પર સૌથી મોટા ચણતર તરીકેનું માન પિરામિડને મળ્યું છે.
ભારતમાં ચોલ રાજાઓના રાજ દરમિયાનના ઘણા મંદિરો ધાર્મિક રીતે છે સક્રિય
ભારતમાં ચોલ રાજાઓના રાજ દરમિયાન ઘણાં મોટા મંદિરો ગ્રેનાઈટના પિરામિડમાંથી બનાવવામાં આવ્યાં હતા. જેમાં પ્રાચીન સ્મારકોમાં ચીન, ફ્રાન્સ, ઈજીપ્તી પિરમિડ, ગ્રીસ, ભારત, મેસોઅમેરિકન પિરામિડ, મેસોપોટેમિઅન પિરામિડ, ઉત્તર અમેરીકન પિરામિડ, ન્યુબિયન પિરામિડ, રોમ, કમ્બોડીયા ખેમરના શાસન દરમિયાન વિકસેલી મહાન સભ્યતા મધ્યયુગીન યુરોપમાં પિરામિડો સ્થાન પામ્યા છે. ભારતમાં ચોલ રાજાઓના રાજ દરમિયાન ઘણાં મોટા ગ્રેનાઈટના મંદિર પિરામિડ બનાવવામાં આવ્યાં હતા. જેમાંના ઘણાં આજે પણ ધાર્મિક રીતે સક્રિય છે. તાંજાવુરનું બૃહદીશ્વર મંદિર ગંગાઈકોંડા ચોલીશ્વર મંદિર અને દારાસુરમનું ઐરાવતેશ્વર મંદિર આવાજ પિરામિડના ઉદાહરણ છે પરંતુ તમિળનાડુના શ્રીરંગમમાં આવેલા શ્રી રંગમ મંદિરનું પિરામિડ છે.
પિરામિડમાં ધ્યાન અને મેડિટેશન કરવામાં આવે છે
આધુનિક ભારતમાં પણ પિરામિડનો ઉપયોગ હવે લોકો સમજવા લાગ્યા છે અને બેંગ્લોરમાં એક પિરામિડ સોસાયટી બનાવવામાં આવી છે. જેના સ્થાપક બ્રહ્મશ્રી સુભાષ પત્રીજી છે. જે ભારત સહિત દુનિયા ભરમાં પીરામીડ વિષે લોકોને અવગત કરાવી રહ્યા છે. દર વર્ષે દુનિયા ભરના પિરામિડ નિષ્ણાંતોની શિબિર બેંગ્લોર ખાતે યોજાય છે. ઇજિપ્ત મિસ્રની સંસ્કૃતિમાં પિરામિડ બનાવવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ મૃત મમી ને લાંબા સમય સુધી સાચવવામાં થયો છે પરંતુ પિરામિડ પર ઊંડાણ પૂર્વક અભ્યાસ બાદ જાણવા મળ્યું કે, પિરામિડમાં મળતી ઉર્જાનો વ્યાપ વધુ હોય છે અને તેમાં રાખવામાં આવતી વસ્તુ લાંબા સમય સુધી ટકે છે.