અનલોક-1ઃ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ
લોકડાઉન પુર્ણ થયા બાદ હવે અનલોક-1ની શરૂઆત થઈ છે, ત્યારે ગ્રીન ઝોનમાં રહેલા પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી બેના મૃત્યુ થયા છે તથા ભાવસિંહજી હોસ્પિટલમાં આઈસોલેસન વિભાગમાં ફુલ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
અનલોક-1ઃ પોરબંદરથી ગ્રાઉન્ડ રીપોર્ટ
પોરબંદરઃ લોકડાઉનના સમયથી જ શહેરની શાક માર્કેટ બંધ કરવામાં આવી હતી અને અન્ય સ્થળોમાં રસ્તા ઉપર શાકભાજી વેચવાની છુટ આપવામાં આવી હતી. પરંતુ હાલ તેની સમસ્યા વિકટ બની છે અને રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે. શાક માર્કેટના વેપારીઓએ માગ કરી હતી કે, સોશિયલ ડિસ્ટન્ટ સહિતના નિયમોનું પાલનની સાથે તેઓ માર્કેટમાં શાકભાજી વેચવાની મંજૂરી આપવામાં આવે અને શાક માર્કેટ ખુલ્લી રાખવામાં આવે તો ગ્રાહકોનું અને વેપારીઓનું હિત જળવાઈ રહે.